________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૬૯ એવા જીવ કેટલા સિદ્ધ થાય? એકસો આઠ મુકિતમાં જાય. ૩૮૫ દસ દસ એહવો. મુગતિ જાય, વખ્યા વનાં સીધ ચ્યારે થાય,
અય્યત સમકીત સીધ આંતરું, સાગર ભાગ અસંખ્ય ખરૂં. ભાવાર્થ – એવા જીવ દસ - દસ મુકિતએ જાય. વણ્યા વિનાના ચાર સિદ્ધ થાય. અય્યત (અપડિવાઈ) સિદ્ધનું આંતરૂં સાગરોપમના અસંખ્યાતમાં ભાગનું હોય. ૩૮૬ વમી કાલ અનંતો ફર્યો, અસ્યો જીવ કો મુગતિ જ વર્યો,
વલતો કો વલી સીધ ન થાય, એક વરસ ત્યાંહ જાનૂ જાય. ભાવાર્થ – સમકિત વમીને જે અનંતો કાળ ફરે એવા જીવ મુક્તિએ જાય પછી આંતરું પડે તો એક વર્ષ ઝાઝેરાનું પડે. ૩૮૭ કાલ અસંખ્ય સંખ્યાતો જેહ, સમકીત પાંમી ફર્યા નર તેહ,
સીધ આંતરામાનો કહું વીચાર, સંખ્યાતા વરસ તણા હજાર, ભાવાર્થ – જે જીવ પડિવાઈ થઈને (સમક્તિ વમીને) સંખ્યાતો અસંખ્યાતો કાળા ભમે એનું આંતરૂં સંખ્યાત! હજાર વરસનું પડે. ૩૮૮ બારમું અંતર દૂઆર ચીત્ત ધરું, સકલ સીધ વચ્ચે કહ્યું આંતરું,
ઉતકષ્ટ્ર ષટ મહિના હોય, જગન તે એક શામિ સહી જોય. ભાવાર્થ – બારમું અંતર દ્વાર - હવે ચિત્ત (મન) માં ધરીને બધા સિદ્ધ વચ્ચેનું આંતરું કહું છું. જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ છ મહિનાનું પડે. ૩૮૯ અનુશમઈનો કહુ વીચાર, જે જિન ભાખ્યું તેરમું દ્વાર,
લાગટ જીવ જો મુગતિ જાય, આઠ શમઈઆ લગઈ સીધ થાય. .. ભાવાર્થ – તેરમું દ્વાર અનુસમય (અંતરરહિત લાગલગાટ ઉત્પન્ન થાય તે) કહે છે. લગાતાર આઠ સમય સુધી જીવ મોક્ષે જાય પછી અવશ્ય અંતર પડે. ૩૯૦ બત્રીસ બત્રીસ એક શમઈ, સીધ થઈનિ મુગતિ રમઈ,
આઠ શમઈ તો લગતા જાય, પછઈ વલી કાંઈ અંતર થાય. ભાવાર્થ – એક સમયે બત્રીસ બત્રીસ સિદ્ધ થઈને મોક્ષમાં જાય તો આઠ સમય સુધી જાય પછી અંતર પડે. ૩૯૧ શમઈ શમઈ અડતાલીસ જોય, સાત શમઈ લગલગતા સોય,
સાઠિ સાઠિ શમઈ સીધ થાય, છયિ શમઈ લગઈ લગતા જાય. ભાવાર્થ – સમયે સમયે અડતાલીસ જીવ લગાતાર મોક્ષે જાય તો સાત સમય સુધી સિદ્ધ થાય. એક સમયે સાઠ - સાઠ જીવ સિદ્ધ થાય તો છ સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૨ બોહોત્સરિ મુગતિ રમઈ, તે લગતા વલી પાંચ શમઈ,
ચોરાસી ચોરાસી જોય, ચ્યાર શમઈ સીધ લગતા સોય. ભાવાર્થ – ૧ સમયે બોતેર સિદ્ધ થાય તો પાંચ સમય સુધી લગાતાર સિદ્ધ થાય.