________________
૧૭૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ચોરાસી - ચોરાસી સિદ્ધ થાય તો ચાર સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૩ છ– છ– જે મુગતિ વહઈ, ત્રણઈ શમઈ તો લગતા કહઈ,
શમઈ શમઈ સીધ એક સો દોય, દોય દોય શમઈ તો લગતા હોય. ભાવાર્થ – છડ્યું છન્ને સિદ્ધ થાય તો ત્રણ સમય સુધી લગાતાર સિદ્ધ થાય, પછી અંતર પડે. સમયે સમયે એકસો બે સિદ્ધ થાય તો બે સમય સુધી લગાતાર સિદ્ધ થાય. ૩૯૪ એક શમઈ સીધ એકસો આઠ, તો નહી પછઈ ઈ મુગત્યની વાટ,
પડઈ આંતરૂં પછઈ સીધ થાય, અસ્યુ વચન ભાખઈ જિનરાય. ભાવાર્થ – ૧ સમયે ૧૦૮ સિદ્ધ થયા પછી અવશ્ય અંતર પડે (બીજા સમયે કોઈ સિદ્ધ ન થાય) અંતર પુરું થયા પછી સિદ્ધ થઈ શકે એવું વચન જિનરાયે ભાખ્યું છે. ૩૯૫ હવઈ ચઉદયું ગુણણા દ્વાર, જ્યગન ઉતકશટા સીધ વીચાર,
જ્યગનઃ એક શમઈ સીધ એક, ઉતકષ્ટા સો આઠે છેક. ભાવાર્થ – હવે ચૌદમું ગુણણા (ગણતરી) દ્વાર કહે છે. ૧ સમયે જઘન્ય એક ઉત્કૃષ્ટ એકસો આઠ સુધી સિદ્ધ થાય એ એક સમય આશ્રયી જઘન્ય - ઉત્કૃષ્ટ સિદ્ધ વિચાર કહ્યો. ૩૯૬ અલપબહુત પનરનું દ્વાર, એકસો આઠે પામિ પાર,
એહેથા જીવ તે થોડા હોય, બીજા જંત તે જાઝા જોય. ભાવાર્થ – પંદરમું અલ્પબદુત્વ દ્વાર - એકસો આઠ જીવ એક સાથે મોક્ષે જાય એવા જીવ સર્વથી થોડા હોય બીજા તેનાથી ઝાઝેરા હોય. ૩૯૭ શમઈ એક તણી કહું વાત, સીધ હવા સહી એકસો સાત,
જાવત એક લગઈ વલી જોય, એકસો આઠથી અદીકાં હોય. ભાવાર્થ – એક સમયની વાત કહું છું. એક સમયે એકસો સાત સિદ્ધ થાય યાવત્ ૧ જીવ સિદ્ધ થાય તે બધા ક્રમશઃ એકસો આઠ જીવ સિદ્ધ થાય તેનાથી વિશેષાધિક હોય.
હા - ૧૩ ૩૯૮ સીધ સરૂપ વ્યવરી કહું, કહી પંચમ ગતી વાત,
તેહમાં થોડા માનવી, બોલઈ શ્રી જયગનાથ. ભાવાર્થ – સિદ્ધ સ્વરૂપ વ્યવહારથી કહ્યું. પાંચમી ગતિની વાત કહી છે. એ પાંચે. ગતિમાં મનુષ્ય સર્વથી થોડા હોય એમ જગતનાથ કહે છે.
ચઉપઈ = ચોપાઈ - ૧૨ ૩૯ પાંચઈ ગત્યના જીવ તૂ જોય, તેહમાં માનવ થોડા હોય,
તેહથી નારક નરગિં લહ્યા, અસંખ્ય ગુણે તે અદીકા કહ્યા.