________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૭૧ ભાવાર્થ – પાંચે ગતિમાં તું જીવોને જો. એમાં સર્વથી થોડા મનુષ્યો હોય, તેનાથી. નરકમાં નારકી અસંખ્યાતગુણા અધિક હોય. ૪૦૦ તેહથી અસંખ્ય ગુણે દેવતા, તેહથં અનંતગુણે સીધ થતા,
તેહથી અનંત ગુણો જ સદીવ, જગમાં જો જે ત્રીજંચ જિચ જિવ. ભાવાર્થ – તેનાથી દેવતા અસંખ્યાતગુણા તેથી સિદ્ધ અનંતગુણા તેનાથી આ - જગતમાં સદેવ તિર્યંચ આવો જ અનંતગુણ હોય છે. ૪૦૧ સરવ થકી થોડી જગ્યા નાર્ય, અસંખ્ય ગુણે નર અદીક વીચાર્ય,
તેહથી અસંખ્ય ગુણે નારકી, ભાવ લહ્યો પનવણા થકી. ભાવાર્થ – આ જગતમાં સર્વથી થોડી મનુષ્યાણી તેનાથી મનુષ્ય અસંખ્યાતાગુણા અધિક તેનાથી નારકી અસંખ્યાતગુણ એ ભાવ પન્નવણા સૂત્રમાંથી લીધો છે. ૪૦૨ શ્રી ત્રીજંચણી નારકી થકી, અસંખ્ય ગુણે તે અધ્યકી લખી,
તેહથી અસંખ્યગુણે સૂર જોય, સંખ્યાતગુણી તે દેવી હોય. ભાવાર્થ – તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી અધિકી, તેનાથી દેવ અસંખ્યાતગુણ, તેનાથી દેવી સંખ્યાતગણી હોય. ૪૦૩ તેહથી અનંતગુણે સીધ સાર, ગુણતા કોય ન પામઈ પાર,
સીધ થકી ત્રીજંચહ જોય, અનંતગણ તે અદીકા હોય. ભાવાર્થ – તેનાથી સિદ્ધ અનંતગુણા સારરૂપ જાણવા એને ગુણતા કોઈ પાર ના પામે. સિદ્ધથી તિર્યંચ અનંતગણ અધિક હોય. ૪૦૪ સર્વ થકી થોડા કુણ કહ્યા, જીવ પંચદ્રી જગપ્પાં લહ્યા,
તેહથી જાનૂ કાઈક હોય, જીવ ચોરંદ્રી જગમાં જોય. ભાવાર્થ – જાતિ આશ્રી અલ્પબહુજ્યમાં સર્વથી થોડા કોણ હોય ? સર્વથી થોડા પંચેન્દ્રિય જીવ હોય તેનાથી ચેરેન્દ્રિય જીવ વિશેષાધિક હોય. ૪૦૫ તેહથી ત્રઅંદ્રી છે બહું, બેઅંદ્રી જાઝા કહઈ સહુ,
તેહથી અનંતગુણ સીધ કહું, અનંતગુણ એકેંદ્રી લહુ. ભાવાર્થ – તેનાથી તેઈન્દ્રિય વિશેષાધિક છે. તેનાથી બેઈન્દ્રિય વિશેષાધિક છે તેના સિદ્ધ અનંતગુણ તેનાથી એકેન્દ્રિય અનંતગુણ છે. ૪૦૬ તેહથીકી હવઈ જાઝા વલી, સેઅંઢીઆ જીવ કહઈ કેવલી,
પનવણામાં એ પણિ કહું, મઈ પણ શ્રી ગુરૂ વચને લહુ. ભાવાર્થ – તેનાથી સઈન્દ્રિયા જીવ વિશેષાધિક હોય એવું શ્રી પન્નપણા સૂત્રમાં કહ્યું છે અને મેં પણ શ્રી ગુરૂ વચનથી જાણ્યું છે. ૪૦૭છ કાય ભેદ હવઈ કહઈવાય, સઘલામાં થોડો ત્રસકાય,
તેહથી તેઉકાઈઉં જોય, અસંખ્ય ગુણે તે અદીકો હો. ભાવાર્થ – હવે છકાયના ભેદનો અલ્પબહત્ત્વ કહેવાય છે. સર્વથી થોડા ત્રસકાય