________________
૧૭૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેથી તેઉકાય અસંખ્યાતગુણ અધિક હોય. ૪૦૮ તેહથી પ્રથવીના બહુ સુણ્યા, તેથી અપના અદીકા ગુણ્યા,
તેહથી અદીકા વાઉકાય, અનંતગુણા તે સીધ કહઈવાય. ભાવાર્થ – તેનાથી પૃથ્વીકાય વિશેષાધિક, તેનાથી અપકાયના વિશેષાધિક, તેનાથી વાઉકાય વિશેષાધિક, તેનાથી સિદ્ધ અનંતગુણા કહેવાય. ૪૦૯ સીધય વનસપતીના ભાખ્યા, અનંતગુણે તે અદીકા દાખ્ય,
તેહ થકી આ સંકાઈઆ ઘણા, એહ બોલ પન્નવણા તણા. ભાવાર્થ – સિદ્ધથી વનસ્પતિકાય અનંતગુણા અધિક, તેથી સકાય વિશેષાહિયા એ પન્નવણા સૂત્રમાં બતાવ્યું છે. ૪૧૦ મનોયોગીઆ તૂ પાણી જોય, સર્વ થકી તે થોડા હોય,
તેહથી વચનયોગીઆ જેહ અસંખ્યગુણે વલી અદીકા તેહ. ભાવાર્થ – હવે યોગ સંબંધી અલ્પબહુર્વા કહે છે એમાં મનયોગવાળા સર્વથી થોડા હોય, તેનાથી વચનયોગીઓ અસંખ્યાતગુણા અધિક હોય. ૪૧૧ અનંતગુણે જ અયોગી ભણ્યા, તનુ જ યોગીઆ અનંતગુણા,
| તનુજ યોગીએથી તુ પણિ જોય, સંયોગી તે અધીકા હોય. ભાવાર્થ – અયોગી અનંતગુણા, તેનાથી કાયયોગવાળા અનંતગુણા. કાયયોગવાળા કરતા સયોગી વિશેષાધિક હોય તે તું જો (વિચાર). ૪૧૨ પૂરષવેદી જગ થોડા જાણિ, સંખ્યાગણે શ્રી અદીક વખાણી,
તેહથી અનંતગુણો વલી કહું, જીવ અવેદી ઉચા લહું. ભાવાર્થ – વેદ આશ્રી અલ્પબહત્વ બતાવતા કહે છે કે પુરૂષવેદી જગતમાં સર્વથી થોડા જાણવા, તેનાથી સ્ત્રી સંખ્યાતગુણી અધિક, તેનાથી અવેદી અનંતગુણા જાણવા. ૪૧૩ તેહથી વલી નપુસક જોય, અનંતગુણે તે અદીકા હોય,
તેહથી સવદી જીવ જે કહ્યા કાંઈક તે અદકેરા લહ્યા. ભાવાર્થ – તેનાથી વળી નપુંસકવેદી અનંતગુણ અધિક હોય, તેનાથી સવેદી જીવ વિશેષાધિક કહ્યા છે.
a - ૧૪ ૪૧૪ જીવ અનંત જગમાં ભર્યા, ગણતાં ન લહઈ પાર,
ઘણા ભેદ એ સંતના, ભાખઈ વીર વીચાર. ભાવાર્થ – આ જગતમાં અનંતા જીવો ભરેલા છે એને ગણવા બેસીએ તો પાર ન આવે. એના અનેક ભેદ શ્રી મહાવીર પ્રભુએ વિચારીને ફરમાવ્યા છે.
ઢાલ - ૯ સાંસો કીધો સામલીએ (આ દેશી છે.)