________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૭૩ ૪૧૫ એક પ્રકારિ જીવ પણિ ભાખ્યો, ચેતના લક્ષણ જેહ,
દોય પ્રકાÉિ જીવ જિન ભાખઈ, સુક્ષ્મ બાદર તેહ. ભાવાર્થ – જીવનો એક ભેદ (પ્રકાર) છે. સકળ જીવોનું ચેતન્ય લક્ષણ એક જ પ્રકારે છે. માટે એક પ્રકારે જીવ કહીએ. જિન પ્રભુ બે પ્રકારે પણ જીવ કહે છે તેના સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. ૪૧૬ તરસ અનિ થાવર પણિ કહીઈ, સીધ અને સંસારી,
અંદ્રી રહિત જીવ જીન ભાખઈ, અનિ અંદ્રીનો ધારી. ભાવાર્થ – ત્રસ ને સ્થાવર એમ પણ બે ભેદ છે તેમ જ સિદ્ધ અને સંસારી પણ છે તથા ઈન્દ્રિય રહિત (અણિદિયા) અને ઈંદ્રિયસહિત (સઈન્દ્રિયા) એ બે ભેદ પણ જિનવરે કહ્યા છે. ૪૧૭ શરીર સહિત નિં શરીર રહિત છઈ, જીવના દોય પ્રકાર,
ભવ્ય જીવ અનિ વલી જગહાં, અભવ્ય જીવ અસાર. ભાવાર્થ – શરીર સહિત (સકાય) અને શરીર રહિત (અકાય) એમ જીવના બે પ્રકાર છે. વળી સારરૂપ એવા ભવ્ય જીવ પણ છે અને જગતમાં અસાર એવા અભવ્ય જીવ પણ છે. ૪૧૮ પ્રજાપતા છઈ જીવ બહુ જગપ્પાં, અપ્રજયાપન તુ જોઈ,
દોય પ્રકાર એ કહ્યા જીવના, ત્રય પ્રકાર પણિ હોઈ. ભાવાર્થ – આ લોકમાં પર્યાપ્તા જીવ ઘણા છે અપર્યાપ્તા જીવ પણ છે આ રીતે બે પ્રકારના જીવો કહ્યા છે હવે ત્રણ પ્રકારના જીવો પણ હોય છે. ૪૧૯શ્રીનો વેદ નપૂસક વેદિ, ત્રીજો પુરષનો વેદ,
વચન કાય મનયોગી કહી જીવ તણા ત્રણિ ભેદ. ભાવાર્થ – સ્ત્રીવેદ, નપુંસક વેદ અને ત્રીજો પુરૂષવેદ તથા વચનયોગી, કાયયોગી, મનયોગી એ પણ જીવના ત્રણ ભેદ છે.
| ચોપાઈ – ૧૩ ૪૨૦ ત્રણ પ્રકારિ જીવ તુ જોય, ભવ્ય અભવ્ય ભવાભવ હોય,
ભવ્યજીવ મુગતિ સહુ જાય, ભવ્ય રહિત પ્રથવી નવ્ય થાય. ભાવાર્થ – આ ઉપરાંત ભવ્ય, અભવ્ય, ભવ્યાભવ્ય એમ ત્રણ ભેદ પણ તું જાણ. ભવ્ય જીવ બધા મોક્ષે જાય તો પણ આ પૃથ્વી (વિશ્વ) ભવ્ય જીવ રહિત નહિ થાય. ૪૨૧ અભવ્ય મોખ્ય નહી જાઈ કદા, ચ્યોહો ગતિ માંહિ લિસઈ સદા,
ભવ્યાભવ્ય જગોદિ રહઈ, તે જીવ મુગત્ય કહીંઈ નવ્ય લહઈ. ભાવાર્થ – અભવ્ય જીવ મોક્ષમાં ક્યારેય નહિ જાય. ચારે ગતિમાં સદાય રલસ્યા (ફર્યા) કરશે. ભવ્યાભવ્ય જીવ નિગોદમાં રહે છે. તે જીવ ક્યારેય મોક્ષને પ્રાપ્ત કરશે