________________
૧૭૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત નહિ. ૪૨૨ ચ્ચાર પ્રકાર કહું વલી ટેવ, ત્રીજચ માનવ નારક દેવ,
પાંચ પ્રકારે જીવ પણી જોય, વ્યવરી ભાખઈ જિનવર સોય. ભાવાર્થ – હવે ચાર પ્રકારના જીવ કહું છું. નારકી તિર્યંચ, મનુષ્ય અને દેવ. પાંચ પ્રકારના પણ જીવ જિનવરે વ્યવહારથી કહ્યા છે. ૪૨૩ એકંદ્રી બેઅંદ્રી જેહ, ત્રઅંકી ચોરંઢી તેહ,
પંચેઢી ઉતમ અવતાર, જીવતણા એ પાંચ પ્રકાર. ભાવાર્થ – એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈંદ્રિય, ચોરેન્દ્રિય અને ઉત્તમ એવા પંચેંદ્રિયનો અવતાર એમ પાંચ પ્રકાર જીવના છે. ૪૨૪ છએ પ્રકારે જીવ કહઈવાય, પ્રથવી પાણી તેઉવાય,
વનસપતી છઠી ત્રસકાય, એહની સહુ કરયો રીખ્યાય. ભાવાર્થ – છ પ્રકારે પણ જીવ કહેવાય છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને છઠ્ઠા ત્રસકાય એ જીવોની બધાએ રક્ષા કરવી જોઈએ.
હા - ૧૫ ૪૨પરીખ્યા કી જઈ જીવની, તો લહીઈ ભવપાર,
અલપ બહુત જગી જંતનો, સુણજે સોય વીચાર. ભાવાર્થ – જો જીવની રક્ષા કરશો તો ભવપાર ઉતરી જશો. હવે સાંભળો, જગતમાં રહેલા જીવોનો અલ્પબદુત્ત્વનો વિચાર કહું છું.
ચપઈ = ચોપાઈ - ૧૪ ૪૨૬ પનવણા ચોથું ઉપાંગ ત્રીજૂ પદ સુણતા હોયિ રંગ,
અલપ બહુત તીહાં જીવ વીચાર, સુણતાં હોયિ જઈજઈકાર. ભાવાર્થ – ચોથા ઉપાંગ શ્રી પન્નવણા સૂત્રના ત્રીજા પદમાં જીવના અલ્પબદુત્ત્વનો વિચાર બતાવ્યો છે. જે સાંભળતા જયજયકાર થાય છે. ૪૨૭ પ્રથમિ જૂઓ પછમહિસિં, જીવ જંત થોડા પણી તસિં, | વનસપતી ત્યાંહા નહી જ અત્યંત, તેણઈ કારણિ ત્યાંહા થોડા અંત. ભાવાર્થ – પ્રથમ દિશા સંબંધી અલ્પબદુત્વ બતાવતા કહે છે કે સર્વથી થોડા પશ્ચિમ દિશામાં જીવો છે કારણ કે ત્યાં વનસ્પતિકાય નથી માટે ત્યાં થોડા જીવો છે. ૪૨૮ પછમથી વલી પૂરવ દિસિ, જીવ ઘણેરા ભાગ તસિં,
તેહથી દખ્યણ દિસિ જીવ ઘણા, ઉત્તરિ ઠામ બહુ જીવહ તણાં. ભાવાર્થ – પશ્ચિમથી વળી પૂર્વ દિશામાં જીવ વિશેષાધિક તેનાથી દક્ષિણ દિશામાં વિશેષાધિક તેનાથી ઉત્તર દિશામાં વિશેષાધિક છે. ૪૨૯ એહ વચન સામાન્ય પ્રકાર, હવઈ ભાખસ્યુ કરી વીસ્તાર,
પછિંમઈ થોડા જીવ જે નીર, કારણ તેમનું ભાખઈ વીર.