________________
૧૨૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૫૦ પંચેઢીનો એક વીચાર તેહના ભાખ્યા ચ્યાર પ્રકાર, - માનવ નારકી ત્રિજચ દેવ, ભેદ નવાણું ભાખુ હેવ. ભાવાર્થ – એ પંચેન્દ્રિયનો વિચાર કહ્યો. તેના ચાર પ્રકાર બતાવ્યા છે. મનુષ્ય, નારકી, તિર્યંચ અને દેવ. હવે દેવના નવાણું ભેદ કહું છું.
ઢાલ – ૧
પ્રણમી તુમ શ્રીમંધરજી ૫૧ ભેદ નવાણૂં દેવનાજી વ્યવરી કહઈસ્યુ વીચાર,
સોલ જાત્ય સૂર વ્યંતરાજી, ભવનપતી દસ સાર.
પ્રણમી તુમ શ્રીમંધરજી - દેશી ભાવાર્થ – દેવના નવાણું ભેદ વ્યવહારથી કહીશ. વિચાર એટલે દેવના નવાણું ભેદ આ પ્રમાણે છે. ૧૬ ભેદ વ્યંતરદેવના, દસ ભવનપતિના છે. પર સુણો નર કરયો દીરઘ વીચાર, ગતિ ચ્યારમાંહા તૂ ભમ્યોજી,
ભમતાં ન લહ્યો પાર, સુણો નર કરયો દીરઘ વીચાર. ભાવાર્થ – હે મનુષ્યો! સાંભળીને દીર્ઘ વિચાર કરો કે તમે ચારે ગતિમાં ભમ્યા પણ પાર પામ્યા નહિ. માટે હે મનુષ્યો ખૂબ લાંબો વિચાર કરો.
“આંચલી” પ૩ દ્વાદશ ભેદ સૂરના ગણોજી, જિહાં બારઈ દેવલોક,
નવ તે નવ ગ્રીહીવેષનાજી, ત્યાંહા નહી ચિંતા સોક સુણો. ભાવાર્થ – એ ભેદ આગળ કહે છે-૧૨ ભેદ બાર દેવલોકના, નવ ગ્રેવેયકના નવ ભેદ ત્યાં આગળ ચિંતા કે શોક કાંઈ ન હોય. ૫૪ ત્રણ ભેદ કુલ મૂખીજી, જોતષી દસેહે પ્રકાર, ત્રીજગજભગ દેવનાજી, ભેદ દસઈ નીધાર.
સુણો... ભાવાર્થ – ત્રણ ભેદ કિલ્વિષીના, દશ ભેદ જ્યોતિષીના, ત્રીજુંભકદેવના દશ ભેદ નિર્ધાયા (કહ્યા) છે. પપ પરમધામી દેવનાજી, પનરિ ભેદ વખાણ્ય,
પાંચ અનુત્તર વ્યમાનનાજી, નવ લોકાંતીક જાય. સુણો... ભાવાર્થ – પંદર પરમાધામીના પંદર ભેદ, પાંચ અનુત્તર વિમાન, લોકાંતિકના નવા ભેદ એમ સર્વ મળીને નવાણું ભેદ થયા. ૧૬+૧૦+૧૨+૯+૩+૧૦+૧૦+૧૫+૫+૯ = ૯ ભેદ દેવના થયા. પ૬ એક અવતાર સૂર તેહસિંજી, આઠિ સાગર આય,
સાત સહ્યાં જોઅણ તણાંજી, વલી વ્યમાન કહાય. સુણો.. ભાવાર્થ – નવ લોકાંતિક દેવના ભેદનું વર્ણન - આ દેવો એકાવતારી છે. એમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. એમના વિમાન સાતસો જોજનના છે.