________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૨૩
ભાવાર્થ આવા જીવોને તળવાથી અથવા હુતાશનિ વગેરે પ્રગટાવવાથી, મોટા ગોળા વાળી એમાં ભરીને કે ટોપલામાં ખૂબ વિશેષ પ્રમાણમાં ધર્યા, પાણીથી ભરેલા મોટા ગોળાઓને તળિયે અગ્નિ પ્રગટાવીને ઈયળ વગેરે ભરેલા ટોપલા તેમાં નાંખવાથી અનેક જીવો જમના ઘરે પહોંચી ગયા.
૪૩. તાવડઈ માંચા નાખી કરી, તા તીવેલું માંહિ ભરી,
જીવવલો ત્યાંહા માંકણ થઈ ત્રેઅંદ્રીમાં એ દૂખ સહી.
ભાવાર્થ - એને બાંધીને તાવડામાં નાંખીને તેમ જ તપેલામાં ભરી રાખ્યા ત્યાં જીવ વળી માંકડ થઈને ઉત્પન્ન થયો ને તેઇંદ્રિયમાં ખૂબ જ દુઃખ પામ્યો. ૪૪ ભમતાં જીવ ચઉરંદ્રી થયો, કાલ કેટલો તેહમાં ગયો, ભમરા ભમરી માખી તીડ, ડંસમસામાં પામ્યો પીડ.
ભાવાર્થ આમ ભમતા ભમતા જીવ ચૌરેન્દ્રિય થયો. એમાં પણ ઘણો કાળ વિતાવ્યો. ભમરા, ભમરી, માખી, તીડ, ડંસ મંસ વગેરેમાં પીડા પામ્યો. ૪૫ વીંછી તણઈ અવતારઈ ગયો, ચાંચણ ઢીક કંસારી થયો,
ભમતાં વેદન બહુ પરી લહી, જ્ઞાનવંત તે જાણે સહી.
ભાવાર્થ - વીંછી તણો અવતાર પામ્યો, ચાંચણ, ઢીક, કંસારી વગેરેમાં ભમતાં ખૂબ વેદના પામ્યો એ જ્ઞાનવંત (કેવળી ભગવાન) જ સારી રીતે જાણે છે. ૪૬ ડંસ મસા નિં માખી જેહ, મૂરખજન તસ બાલિ દેહ,
વીંછી દેખી મૂકઈ ઘાય, ચાંરંદ્રી દૂખ સહ્યા ન જાય.
ભાવાર્થ મૂરખ જીવ ડાંસ, મચ્છર અને માખી ને બાળે છે. વીંછી દેખી એની ઘાત કરે છે એમ ચૌરેન્દ્રિયના દુઃખ સહન ન થઈ શકે.
૪૭ ભમતાં પંëદ્રી પણિ થાય, વૃષભ તુરંગમ મહિષી ગાય, વાનર વાઘ સમલા કૂતરા, ચીતર માંજાંરી ઉંઘરા.
ભાવાર્થ - ત્યાર પછી ભમતા ભમતા જીવ પંચેંદ્રિયપણામાં ઉપ્તન્ન થયો. પંચેન્દ્રિયમાં પ્રથમ તિર્યંચના ભેદની અહીં વાત કરી છે. બળદ, ઘોડા, ભેંસ, ગાય, વાંદરા, વાઘ, સમલા, કૂતરા, ચીત્તળ, બિલાડી, ઉંદર વગેરેમાં ઉત્પન્ન થયો.
૪૮ ભૂખ તરસ ત્યાઃહા વેઠી બહૂ, જ્ઞાનવંત તે જાણઈ સહુ, અજા હર્ણ તણી ગતિ લહી, મંસ્ચકાય મરાણો સહી.
-
ભાવાર્થ - ત્યાં તે ભવમાં ખૂબ તરસ ભૂખ વેઠી એમ જ્ઞાનવંતે જાણ્યું છે. બકરા, હરણ તણી ગતિમાં ફર્યા, તેમજ માછલીના ભવમાં મરાયો.
૪૯ કરમિં હુઓ કાચ્યબ અવતાર, અગ્યન ઓપરિ ધર્યો તિંણીવાર, તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ ઠાય.
ભાવાર્થ - કર્મથી કાચબો થયો. ત્યારે એને અગ્નિ પર શેકી એની ચામડી અળગી કરી ત્યારે તે સ્થાનમાં (તે ભવમાં) ખૂબ વેદના પામ્યો.