________________
૧૨૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – બીજ, મૂળ અને છાલમાં એ સાતે ઠામમાં (જગ્યાએ) એકેક જીવ એકેક શરીરે હોય. એક ઝાડની પછવાડે આટલા પ્રકારના જીવ પ્રાપ્ત થાય. ૩૬ એક શરીર નિં એક જ જીવ પરતેગ વનસપતિ સદીવ,
નાલિકેલિ જંબૂ આંબાય, કણની જાતિ સહિ બહુ થાય. ભાવાર્થ – એક શરીર અને એક જ જીવ પ્રત્યેક વનસ્પતિમાં સદાય હોય, નાળિયેર, કેળ, જાંબુ, આંબા વગેરે એક ગોટલી કે ઠળિયાવાળા છે. તેમ જ બહુબીજવાળા વૃક્ષો પણ છે જેમ કે - પીપળો, ટીબરું વગેરે. ૩૭ પાંચ(વ)લી કહૂ સૂક્ષ્મકાય, ચઉદ રાજહાં તે કહઈવાય,
અંતરમૂરત તેહનું આય, વાપી રહી તે સઘલઈ ઠાય. ભાવાર્થ - પૂર્વે પાંચ સ્થાવરના બાદર ભેદ કહ્યા એ જ પાંચ કાયના સૂક્ષ્મ ભેદ છે. એ આખા લોકમાં સર્વત્ર વ્યાપેલા છે. એનું આયુષ્ય અંતર્મુહુર્તનું છે. તે સઘળા ઠામમાં - ૧૪ રાજલોકમાં - વ્યાપીને રહ્યા છે. આખા લોકમાં એકે ક્ષેત્ર એવું નથી
જ્યાં સૂક્ષ્મકાય ન હોય. ૩૮ વલી કહું બેઅદ્રી નાતિ, કુડા શંખ ગંડોલા જાતિ,
મેહર પુરા નિં અલસીઆ, જલો થઈ પાતિગ બહૂ કી. ભાવાર્થ – સ્થાવર જીવો પછી ત્રસ જીવોનું વર્ણન કરતા કવિ કહે છે કે આ જીવ ત્રણ વિકસેન્દ્રિય (અપૂર્ણ કે ન્યૂન ઈન્દ્રિય) માં ક્યાં ક્યાં ઉત્પન્ન થયો એ પણ જુઓ. ક્રમથી પ્રથમ બેઈંદ્રિયની જાતિ કહે છે કોડા, શંખ, ગંડોલા, મેહર (કાષ્ટના કીડા), પોરા, અળસિયા અને જળોના અવતારમાં ખૂબ પાતિગ કર્યા (પાપ કર્યા). ૩૯ સીપ માંહિ અવતરીઓ જસિં, કાઢી તડકઈ નાખ્યો તસિં,
દૂખઈ મર્ણ લહુ તિંસહી, તે વેદન નવ્ય જાઈ કહી. ભાવાર્થ - છીપલામાં અવતર્યો એમાંથી એને કાઢીને ત્યાં તડકામાં નાખ્યો. આવું દુઃખદાયક મરણ થાય એની વેદના કહી ન શકાય. ૪૦ વલી થયો ત્રે અંદ્રી જીવ, માંકણ કીડા કરતાં રીવ,
અંદ્ર ગોપ ગીગોડો જુઆ, જીવ ગધઈઆ કંધૂ હુઆ. ભાવાર્થ – ત્યાર પછી જીવ તેઈંદ્રિયમાં ઉત્પન્ન થયો. માંકડ, કીડા પોકાર કરે છે. ઇંદ્રગોપ, ગીગોડા, જૂ, ગધેયા, કંથવામાં જીવ ઉત્પન્ન થયો. ૪૧ અઈ અલિ ઉઘેઈ ધીમેલિ, સાવા જીવ નિં સુપરિ મેહેલિ,
પ્રગટ્યા મંકોડા જૂ જેહ, જાતિ ત્રઅંકી કહીઈ તેહ. ભાવાર્થ – ઈયળ, ઉધઈ, ધીમેલ, સવા વગેરે જીવો સારી રીતે મૂક્યા, મંકોડા, જૂ આદિની જે જાતિ પ્રગટ થઈ એને તેઈન્દ્રિય કહેવાય. ૪૨ તલઈ હુતાશનિ પ્રગટ કરી, મોટા ગોલા વારિ ભરી,
અઈ અલિ ટોપલા તેહમાં ધરી, જીવ પોહોચાડ્યા યમની પૂરી.