________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૨૧ ૨૯ ગુઢ શિરા નઈ સંધૂ પણિ ગૂઢ, તેહસિં થાય દઈ તે હુંડ,
પરવ ગુઢ અને સમભાગ ને દેખી આણો વઈરાગ. ભાવાર્થ – એ ચાર લક્ષણ કહે છે (૧) જેની શિરાઓ - નસો - ગુપ્ત, અપ્રગટ સ્પષ્ટ ન જણાય તેવી ગૂઢ હોય (૨) જેના સંધિસ્થાન ગૂઢ હોય (૩) જેના પર્વો -થડ - ડાળ વગેરેના સાંધાઓ ગૂઢ (સ્પષ્ટ ન જણાય તેવા) હોય, અને (૪) જેને ભાંગતા સરખા ભાગ થતા હોય. આ ચાર લક્ષણ જેમાં હોય એને અનંતકાય જાણી એના પ્રત્યે વૈરાગ્ય આણવો જોઈએ. ૩૦ નમિ સાધ જિન પૂજઈ પાય, સોય પુરૂષ એહનિ નવ્ય ખાય,
સમઝિ ધર્મ કંદ ભગ કરઈ, સોય પુરષ મુરિખ હાં સરઈ. ભાવાર્થ – જે જીવો સાધુને નમતા હોય, જિનેન્દ્ર દેવને ચરણે પૂજા કરતા હોય, એવા પુરૂષ એને ખાય નહિ. ધર્મને સમજ્યા પછી કંદમૂળનું ભક્ષણ કરે તે પુરૂષ મૂર્ખ ગણાય. ૩૧ પંડીતપણું તેહનૂ નવિજૂઈ, દેખતો ઝંપાવઈ કૂઈ,
વીષ ઢલીઉં ઉલખતો ખાય, તે મૂરખ ભાખઈ જિનરાય. ભાવાર્થ – એવા પુરૂષને પંડિત ન કહેવાય કે જે જાણી જોઈને કૂવામાં પડે છે. વિષા ઢોળાયેલું છે એવું ઓળખીને - જાણીને - ખાય એને જિનરાજ મૂરખ કહે છે. ૩૨ જીવ અજીવના ભેદ જે લહિ, નવઈ તત્ત્વના અરથ જે કહઈ,
સમઝઈ પુરો જિનવર ધર્મ, કંદ ભખઈતો ભારે કર્મ. ભાવાર્થ – જેને જીવ-અજીવના ભેદ ખબર છે, જેને નવ તત્ત્વના અર્થ ખબર છે. જે નવ તત્ત્વના અર્થ કહે છે, જે જિનવરના (જેન) ધર્મને બરાબર સમજયા પછી પણ કંદમૂળ ખાય છે તે ભારેકર્મી છે. ભારે કર્મ બાંધે છે. ૩૩ જેહમાં જીવ ભમ્યો આપણો, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો,
છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી. ભાવાર્થ – જેમાં આપણો જીવ અનંતકાળ સુધી ભમ્યો એમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો છે. એને લઈને છેદાયો ભેદાયો પીલાયો એ વાત ભૂલાઈ ગઈ છે. અનંતકાયનું આવું સ્વરૂપ જાણીને તેનું ભક્ષણ ન કરવું જોઈએ એ ભાવ છે. ૩૪ વલી પરતિગ વનસપતી જાતિ, જીવ કહ્યા સાતઈ ઘાતિ, | ફૂલ ફલિ કાષ્ટિ પાદડઈ, જીવ એકેકો ત્યાંહા પણિ જડઈ. ભાવાર્થ – સાધારણ વનસ્પતિ કાય પછી હવે પ્રત્યેક વનસ્પતિકાયનું વર્ણન કરે છે. એમાં સાત પ્રકારના જીવ કહ્યા છે. ફૂલ, ફળ, કાષ્ટમાં, પાંદડામાં પણ ત્યાં એકેકો એટલે એક શરીરે એક જીવ મળે છે. ૩૫ બીજ મૂલ નિ ત્રીજી છાલિ, જીવ અકેકો ત્યાંહા પણિ ઘાલિ,
સાતે ઠામે ઠામે જીવ એ કહ્યા, એક ઝાડની પૂઠિ લહ્યા.