________________
૧૨૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જીવ ભમી ભવ કેતા કર્યા, પુણ્યહીણ ઐઉ દુગર્તિમાં ફર્યા. ભાવાર્થ -તેમ જ ઘનવા ને તનવામાં કેટલો ય કાળ જીવે કાઢયો. એમાં ભમીને જીવે કેટલાક ભવો કર્યા, પુણ્યહીન હોવાને કારણે ચાર દુગર્તિમાં ફર્યા. ૨૨ પવન તણા વઈરી વીજણા, વીજઈ વાય હણાઈ જીવ ઘણા,
સાસઉસાસ નર બોલઈ વણઈ, વાઈ જીવ અસંખ્યા હણઈ. ભાવાર્થ – પવનના વેરી એટલે પવનના જીવને હણનાર-વીંઝણા વિંઝવાથી પવનના ઘણા જીવો હણાય છે. શ્વાસોડ્વાસ લેવાથી મનુષ્યના બોલવાથી, વણવાથી અસંખ્યાતા જીવો હણાય છે. ૨૩ બયસંતા ઉઠતા વલી, હીંડતા ભાખિ કેવલી,
ભુજંતા, સોવંતા જોય, ઘાત અસંખ્યા જીવની હોય. ભાવાર્થ - બેસતા, ઉઠતા, હાલતા-ચાલતા, ખાતા - પીતા, સૂપડું સોતા. અસંખ્યાતા જીવોની ઘાત થાય છે. અસંખ્ય જીવો હણાય છે. ૨૪ ભૂગલ ભે િનિ નીસાણ, વાજંતા દૂખવાય પરાણ,
નાલિ તીર દિ ઘણનો ઘાય, ત્યાંહા દૂખ પામ્યો જંતુ વાય. ભાવાર્થ – ભૂંગળ, ભેરી, નિશાન, ડંકો વગેરે વગાડવાથી વાયુના જીવો દુઃખ પામે છે. તોપ, તીર, ઘણનો ઘા મારવો વગેરેથી વાયરાના જીવો દુઃખ પામે છે. ૨૫ હવઈ કહું વનસપતી જાતિ, તેહની ભાખી છિ બઈ ભાતિ,
સાંધારણ નિં પરત્યગ વલી, દોય ભેદ કહઈ કેવલી. ભાવાર્થ – હવે વનસ્પતિકાયની વાત કહું છું. એની બે જાતિ છે - બે પ્રકાર છે. સાધારણ અને પ્રત્યેક વનસ્પતિ વળી એ બંને પ્રકારના ભેદ કેવળીએ બતાવ્યા છે. ૨૬ સાધારણ તું જોય સદીવ, એક શરીર અનંતા જીવ,
કંદમૂલ અંકુરાયા હિ, જીવ અનંતા ભાખ્યા ત્યાંહિ. ભાવાર્થ – કવિ સાધકને સંબોધીને કહે છે કે સાધારણમાં તું સદાય એક શરીરમાં અનંતા જીવને જો. કંદમૂળ, અંકૂરામાં અનંતા જીવ બતાવ્યા છે. કહ્યા છે. ૨૭ ગાજર મૂલા સૂરણ કંદ, કાંદ જાત્ય કહઈ વીર નિણંદ,
કુંલા ફલ નિ કુંલા પાન અનંતકાય ભાખિ ભગવાન ભાવાર્થ – ગાજર, મૂળા, સૂરણ, કંદ, કાંદાની જાતિ, કુમળા ફળ અને કુમળા પાન એમાં ભગવાને અનંતા જીવ ભાખ્યા છે. ૨૮ થોહર ગુગલ ગલો કુમરિ, અનંતકાયની જાત્ય વીચરિ,
લખ્યણ ચાર એહના જાણવા, પૂન્યવંતિ ઘરિ નવ્ય આણવા. ભાવાર્થ – થોર, ગુગળ, ગળો, કુંવાર વગેરેમાં પણ અનંતા જીવો છે. અનંતકાયને ઓળખવાના ચાર લક્ષણ બતાવ્યા છે એને ઓળખીને પુણ્યશાળી જીવોએ અનંતકાય ઘરે ન લાવવા જોઈએ.