________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૧૯ ૧૪ વલી લહી પાણીની જાતિ, ભોમિં કુપ ભણ્યા દિનારાતિ,
આકાશ જલ નઈં હિમઃ કરાય, ઓસ યૂઆરય હરીતણું કહઈવાય. ભાવાર્થ – હવે અપકાયની -પાણીની જાતિ કહેવાય છે. ભોમ-ભૂમિમાંથી નીકળતું પાણી, કૂવાનું પાણી, આકાશમાંથી વરસતું પાણી, હિમ, કરા, ઓસ, ધૂમ્મસ, હરિતનું એ પાણીના પ્રકાર કહેવાય છે. ૧૫ ઘનોદધી તે જલની જાતિ, જીવ ભમ્યો ત્યાંહા દિન નિ રાતિ,
અનંતકાલ તે તેહમાં ગયો, પરવશ પડીઓ પરભવ સહયો. ભાવાર્થ – ઘનોદધિ વગેરે જળની જાતમાં જીવ દિવસ-રાત ભમ્યો, એમાં અનંતકાળ ગયો. પરવશપણે પરભવ સહન કર્યો. ૧૬ નાહણ ધોઅણ નિ અંઘોલ ફીલઈ લોક જલિ કરઈ કલોલ,
અગનિ તપાવઈ પીડ સદીવ, ત્યાંહા દૂખ પામ્યા જલના જીવ. ભાવાર્થ – નાહવું - ધોવું, સ્નાન કરવું, જળમાં ફરીને આનંદ કરવો, અગ્નિ પેટાવીને પીડા આપતા ત્યાં જળના જીવ ખૂબ દુઃખ પામ્યા. ૧૭ ઉન્હા જલ માંહા ટાઢું ભલું, ખારા માંહિં મીઠઉ મલ્યું,
સાબુ ચૂના ખારૂ પડી, જલના જીવ મરિ તરફડી. ભાવાર્થ – ઠંડામાં ગરમ પાણી કે ગરમ પાણીમાં ઠંડુ પાણી મેળવતા કે ખારા પાણીમાં મીઠું પાણી મેળવતા તથા સાબુ - ચુનો - ખારો - ખડી વગેરે પાણીમાં ભેળવતા પાણીના જીવો તરફડીને મરી જાય છે. ૧૮ હવઈ કહું તૂઝ અગનિ વીચાર, જાલા ભૂસર્ડિ નિ અંગાર,
ઊલ્કાપાત કણગ વીજલી અગ્યન જાતિ કહઈ કેવલી. ભાવાર્થ – (પાણીના જીવ પછી) હવે તને અગ્નિકાયનો વિચાર કહું છું. જવાળા, ભરહાડ અને અંગારા, ઉલ્કાપાત, કનક, વીજળી વગેરેમાં અગ્નિના જીવ છે. એવું કેવળી ભગવાને કહ્યું છે. ૧૯ તિહાં પણિ જીવ નહી ખ્યાણિ સુખી, જલનિ યોગિ જીવ થયો દૂખી,
ડાટ્યો, ચાપ્યો ઉદ્યો વલી, તેહસિં દૂખ ભાખઈ કેવલી. ભાવાર્થ – ત્યાં પણ જીવ ક્ષણ માત્ર સુખી નથી. પાણી નાંખવાથી, અગ્નિકાય ઓલવાઈ જાય છે. અર્થાત્ મરી જાય છે દુઃખી થાય છે. વળી અગ્નિને દબાવવાથી, ચાંપવાથી અને વધારવાથી તેને ખૂબ દુઃખ ભોગવવું પડે છે. ૨૦ પવન જાતિ વિચારી જોય, ઓભામગ ઓકલીઆ હોય,
મંડલ મૂખ ગુંજારવ વાય, સુધ વાયરો ચાલ્યો જાય. ભાવાર્થ – હવે પવનની જાતિ કહે છે. ઓભામગ (ઉદભ્રામક - સંવર્તક), ઉકલિયો, મંડલ વાયુ, મુખ્ય મહાવાયુ કે વંટોળિયો, શુદ્ધ વાયરો મંદમંદ વહેતો જાય છે. ૨૧ વલી ઘનવાત અનિ તનવાત, કાલ કેટલો એહેમાં જાત,