________________
૧૧૮
ભાવાર્થ જેના ધ્યાનથી મતિ નિર્મળ થાય ને આદિનાથના ચરણે નમીને હું હવે જીવ વિચાર કહીશ. ચોપાઈ -
-
૧
-
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અવતાર સફળ થાય એ
८ કહુઈસ્યુ વ્યવરી જીવવીચાર, શાંતિસૂરિ જેહનો કરન્હાર, આગમ અર્થ બીજા મનિ ધરું, શાહાસ્ત્ર તણી હું રચના કરૂં. ભાવાર્થ - કવિ ઋષભદાસ કહે છે કે શાંતિસૂરિ નામના મુનિએ જેની રચના કરી છે એ જીવ વિચાર હું વ્યવહારથી કહીશ. આગમના બીજા અર્થ પણ મનમાં ધારણ કરીને હું શાસ્ત્ર રચીશ.
૯
જીવતણા કહ્યા દોઈ પ્રકાર, સિધ અને સંસારી સાર, સંસારી બઈ ભેદે લહું, તસ્ય જીવ નિં થાવર .
ભાવાર્થ - જીવના બે પ્રકાર કહ્યા છે - સિધ્ધ અને સંસારી. એમાં સંસારીના બે ભેદ છે ત્રસ જીવ અને સ્થાવર જીવ.
૧૦ પાંચ ભેદ થાવર કહિવાય, પ્રથવી પાણી તેઉં વાય,
વનસપતી કહી ઈ પાંચમી, જાતિ કહું જિન પાએ નમી.
ભાવાર્થ - હવે જિનેશ્વરદેવના ચરણોમાં નમીને પ્રથમ પાંચ સ્થાવરના નામ કહું છું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પાંચમી વનસ્પતિની જાતિ એ પાંચ સ્થાવરના ભેદ છે.
૧૧ ફટિક રતન મણિ રત્ન હરિઆલ, ખડી હીંગલૂ નિ પરવાલ, પારો વાંની સુરમો ઘાત, અરણેટો આભલા વીખ્યાત.
ભાવાર્થ - હવે પૃથ્વીકાયના ભેદ કહું છું. સ્ફટિક રત્ન, મણિ રત્ન, હરિયાલ, ખડી, હિંગળોક, પરવાળા, પારો, વાની, સુરમો, ધાતુ, અરણેટો, અબરખ પ્રખ્યાત છે. ૧૨ ઉંસ પલેવો તુરી પાંહાંણ માટી લુંણ મ ચાપો જાંણ,
એહેમાં જીવ ભમ્યો આપણો, અનંત કાલ ગયો ત્યાહાં ઘણો. ભાવાર્થ - ઓસ, પ્રવાલ, તુરી (ફટકડી), પથ્થર, માટી, મીઠું વગેરે પૃથ્વીકાયની જાત છે. એને જાણીને દબાવવી (કચડવી) નહિ એ બધી પૃથ્વીકાયની જાતમાં આપણો જીવ ભમ્યો છે. ત્યાં ઘણો અનંતકાળ ગયો છે.
૧૩ છેદાણો ભેદાણો બહુ પંથી, પાએ ચાંપઈ સહુ,
બાલો રાંધો ભક્ષન કર્યો, ટાંકી તુજ ઓરસીઉ કરયો.
ભાવાર્થ - પૃથ્વીકાયના ભવમાં જીવ ખૂબ છેદાણો - ભેદાણો તેમ જ રસ્તે જતા સહુ પથિકોના પગ નીચે પણ ખૂબ દબાણો, એને બાળવામાં આવ્યો, રંધાણો, ભક્ષણ કરાયો, તેમ જ ટાંકીને ચટણી વાટવાનો કે ચંદન ઘસવાનો ઓરસીઓ (પાટલો) કરવામાં આવ્યો.