________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૧૭ મૂળાકૃતિ ભાવાર્થ સહિત II શ્રી મહાવીરાય નમઃ |
| || શ્રી વિતરાગાય નમઃ | || જીવ વિચાર રાસા. આદિ પદ | £પા.
દૂહા - ૧ ૧ સરસ વાન ઘો સારદા, તૂ કવીઅણની માય,
તૂ આવી મુજ મૂખ્ય રમે, યમ મનિ ઍત્યું થાય. ભાવાર્થ – હે શારદા મા, તમે સર્વ કવિગણની માતા છો. આપ મને રસવંતા વચન આપો (જેનાથી સુંદર કાવ્ય રચના થઈ શકે) તમે જો મારા મુખમાં આવીને રહેશો તો હું જે મનમાં ચિંતવીશ તે વચનરૂપે પ્રગટ થઈ જશે. ૨ વાણી વાહન કવણ આહાર, તાસ પીતા કુણ હોય,
તાસ સુતા સ્વામી ભલઓ, તેહનો ચાલક જોય. ભાવાર્થ – વાણી વાહનનો આધાર કોણ છે, તેનો પિતા કોણ હોય તેની સુતા. (પુત્રી)નો સ્વામી ભલો, તેનો શાળો જો. ૩ તેમનું વાહણ કવણ છઈ, તા વાહન જગી જેહ,
તે લંછણ નર જેહનિં, હું સમરૂં નીત્ય તેહ. ભાવાર્થ – તેનું વાહન શું છે, તે વાહન જગમાં જેનું છે, તે લાંછન જે નરનું છે હું તેને નિત્ય સમજું છું. ૪ સમરિ સુખ બહુ ઉપજઈ, પણમઈ પરીમાણંદ,
કનક વર્ણ જસ દેહડી, પંજું ઋષભ નિણંદ. ભાવાર્થ – જેમનું સ્મરણ કરવાથી (યાદ કરવાથી) ખૂબ સુખ ઉપજે, પ્રણામ કરવાથી પરમ આનંદ ઉપજે, જેના દેહનો વર્ણ સોના જેવો સુવર્ણ છે, એવા શ્રી ઋષભદેવ જિનેશ્વરને હું પૂછું છું. ૫ પ્રથમ જિનેશ્વર એ સહી, મહિઅલી પહિલો રાટ,
પ્રગટ કરી જેણઈ વલી, મુગત્યનચરની વાટ. ભાવાર્થ – ઋષભદેવ પ્રથમ તીર્થંકર છે. આ પૃથ્વી પરના પહેલા રાજા છે. તેમ જ એમણે મુક્તિનગરની વાટ પ્રગટ કરી છે. ૬ પઢમ મુનીશ્વર એહવો, પ્રથમ ઈ કેવલજાન,
ઋષભ કહિ રંગિ ધરૂં ઋષભદેવનું ધ્યાન ભાવાર્થ – એવા પ્રથમ મુનીશ્વર, સહુથી પ્રથમ કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર ઋષભદેવનું આનંદથી ધ્યાન ધરું એમ ઋષભદાસ નામના શ્રાવક કવિ કહે છે. ૭ જેણઈ ધ્યાનિ મતિ નીરમલી, સફલ હુઈ અવતાર,
આદિનાથ ચરણે નમી, કહિસ્યું જીવ વિચાર.