________________
૧૧૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભેદ બતાવ્યા છે (૧) જિનસિદ્ધ (૨) અજિનસિદ્ધ (૩) તીર્થસિદ્ધ (૪) અતીર્થસિદ્ધ (૫) ગૃહસ્થલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિદ્ધ (૭) સ્વલિંગસિદ્ધ (૮) સ્ત્રીલિંગસિદ્ધ (૯) પુરૂષલિંગસિદ્ધ (૧૦) નપુંસકલિંગસિદ્ધ (૧૧) પ્રત્યેકબુદ્ધસિદ્ધ (૧૨) બુદ્ધબોહિસિદ્ધ (૧૩) સ્વયંબુદ્ધસિદ્ધ (૧૪) એકસિદ્ધ (૧૫) અનેક સિદ્ધ. એમ પંદર ભેદનો નામનિર્દેશ કરીને “સિદ્ધ પંચાસિકાને આધારે પંદર દ્વારોની માહિતીપ્રદ પ્રરૂપણા કરી છે. એ પંદર દ્વાર આ પ્રમાણે છે. -
(૧)ક્ષેત્રદ્વાર (૨) કાલદ્વાર (૩) ગતિદ્વાર (૪) વેદદ્વાર (૫) તીર્થદ્વાર (૬) લિંગદ્વાર (૭) ચારિત્રદ્વાર (૮) બુદ્ધદ્વાર (૯) જ્ઞાનદ્વાર (૧૦) અવગાહના દ્વાર (૧૧) ઉત્કર્ષદ્વાર (૧૨) અંતરદ્વાર (૧૩) અનુસમયદ્વાર (૧૪) ગુણણાદ્વાર (૧૫) અલ્પબહુર્વોદ્વાર. તે દરેક દ્વારમાં આંતરું કેટલું પડે તે પણ દર્શાવ્યું છે. આમ ૩૨૪ થી ૩૯૮ ગાથા સુધી સિદ્ધ અધિકાર કવિની રસાળ કલમે આલેખાયો છે. ૩૯૯ થી ૪૧૩ મી ગાથા સુધી ગતિ, ઈન્દ્રિય, કાય, જોગ, વેદ એટલો બોલનો અલ્પબદુત્વ નિરૂપીને “શ્રી પન્નવણા સૂત્ર’ને લોકભોગ્ય બનાવવાનો સફળ પુરૂષા ર્થ કર્યો છે.
૪૧૫ મી ગાથાથી ૪૨૪ મી ગાથા સુધી જીવના કેટલાક પ્રકારનું નિરૂપણ કરીને રાસના તત્ત્વદર્શનને હળવાશભર્યું બનાવ્યું છે.
ત્યારબાદ ૪૨૬ મી ગાથાથી ૪૭૮ મી ગાથા સુધી, ‘શ્રી પન્નવણા સૂત્ર’ના. ત્રીજા પદના અલ્પબદુત્વમાંથી દિશા સંબંથી ચારે ગતિ અને છકાયના જીવોનો અલ્પબહુજ્ય જનમાનસને સ્પર્શી જાય એ રીતે આલેખ્યો છે.
૪૭૮ મી ગાથાથી દરેક ગતિમાં ઘણા જીવ ભરેલાં છે, બધા ભવ્ય જીવો મોક્ષે જશે છતાં પૃથ્વી (વિશ્વ) ભવ્ય જીવ રહિત નહીં થાય એવા કેવળીના વચનની સહજતાથી પ્રરૂપણા કરી છે. તેમ જ જીવના ચાર નામનો ઉલ્લેખ કર્યો છે. સુખની ચાવીરૂપ વધ્યાની મહત્તા પ્રસ્થાપિત કરીને પોતે “જીવવિચારની સમજણથી સુખ પામ્યા છે એ પ્રતિપાદિત કર્યું છે.
૪૯૦ થી ૪૯૨ એ ત્રણ ગાથામાં ગુરૂના ગુણગાન ગાઈને પોતાની નમ્રતા પ્રદર્શિત કરી છે. આ રાસ વિક્રમની ૧૬૭૬ મી સાલમાં આસો સુદ પૂર્ણિમાના દિવસે ખંભનયર (ખંભાત) માં રચ્યો છે એ નિરૂપણ એમની ચોકસાઈના ગુણનું દર્શન કરાવે છે.
પોતાના વડીલો, પિતા - પિતામહની મહત્તા પ્રસ્થાપિત કરીને પોતાનો પણ પરિચય આપ્યો છે.
અંતમાં આ “જીવવિચાર રાસ’ની ફળશ્રુતિ બતાવીને રસભર્યા રાસની પૂર્ણાહુતિ. કરી છે.