________________
૧૧૫
E
પ્રકરણ – ૩
‘જીવવિચાર રાસ’ મૂળકૃતિનો સંક્ષિપ્ત ભાવ
શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં વાદિવેતાલ શ્રી શાંતિસૂરિ રચિત “જીવવિચાર પ્રકરણ’, આગમ અને અન્ય શાસ્ત્રોને આધારે જીવ વિશેના વિચારો ૧૫ ચોપાઈ, ૧૧ ઢાલ, ૧૬ દુહા અને ૫૦૨ ગાથામાં આલેખ્યા છે.
પ્રથમ દૂહાની સાત ગાથામાં મંગલાચરણરૂપે શ્રી સરસ્વતી દેવી તેમ જ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ સ્વામીના ચરણોમાં નમસ્કાર કર્યા છે.
આઠમી ગાથામાં પોતે જીવવિચાર રાસ રચવાના છે એમ કહીને રાસના વિષયની સ્પષ્ટતા કરી છે. નવમી ગાથામાં જીવના મુખ્ય બે પ્રકાર સિદ્ધ અને સંસારીનો ઉલ્લેખ કરીને ૩૨૩ મી ગાથા સુધી સંસારી જીવોના ભેદ - પ્રભેદ ઋદ્ધિ વગેરેનું વર્ણન કર્યું છે. જે નીચે મુજબ છે.
સંસારી જીવોના ત્રસ અને સ્થાવર બે ભેદ છે. એમાંથી પ્રથમ સ્થાવર જીવોના પાંચ પ્રકાર - પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયના ભેદ - પ્રભેદનું નિરૂપણ કર્યું છે. ત્યારબાદ ત્રસકાયના જીવોમાંથી પ્રથમ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિયના પ્રકારો દર્શાવીને પંચેંદ્રિયનું વર્ણન શરૂ કરતાં પહેલાં તિર્યચપણાંમાં જીવ કેવું દુઃખ પ્રાપ્ત કરે છે તે બતાવ્યું છે. પછી પંચેન્દ્રિયના પાંચ ભેદ તેમ જ પ્રભેદ, નારકીના સાત ભેદ અને મનુષ્યના એકસો એક ભેદની રૂપરેખા આપી છે. તત્પશ્ચાત્ પૂર્વોક્ત એકેન્દ્રિયથી લઈને પંચેનિદ્રયના ભેદ - પ્રભેદોમાં કેટલીક ઋદ્ધિઓની સવિસ્તર પ્રતિપાદના કરી છે. જેમ કે અવગાહના, શરીર, સંઘયણ, સંડાણ, સંજ્ઞા, જ્ઞાન, દર્શન, ઉપયોગ, કષાય, દૃષ્ટિ, વેદ, પર્યાપ્તિ, પ્રાણ, જીવાજોનિ, આયુષ્ય કાય સ્થિતિ, ઉદ્વર્તન, ચ્યવન વગેરેનું નિરૂપણ કર્યું છે.
એકેન્દ્રિયમાં સંજ્ઞાનું, મનુષ્યના અધિકારમાં વેશ્યા તેમ જ આચારસંહિતાનું અને નારકીમાં ક્ષેત્ર, દુઃખ, બંધના કારણોનું દૃષ્ટાંત સહિત વિવરણ કર્યું છે. જેનાથી કવિની કાવ્ય પ્રતિભાની પ્રતીતિ થાય છે.
આપણો આત્મા ભવાટવિમાં ક્યાં ક્યાં ભટક્યો એના નિરૂપણ માટે કાય સ્થિતિનો વિશેષ વિચાર, નિગોદના જીવોની ગહન વિચારમાં જીવોની ઉત્પતિના આઠ સ્થાન (ખાણ) તેમજ વનસ્પતિના અઢાર ભારની વ્યાખ્યા કરી છે. જેમાં કવિના કાવ્યની સરળ, સહજ, રોમાંચક શૈલીનો પરિચય થાય છે.
૩૨૪ મી ગાથાથી સિદ્ધનો અધિકાર પ્રરૂપ્યો છે. એમાં પ્રથમ સિદ્ધના પંદર