________________
૧૧૪
હતા.
ઉપસંહાર સમગ્રતઃ જોતા શ્રાવક કવિ ઋષભદાસ ઊંચી બુદ્ધિપ્રતિભા ધરાવનાર, શ્રેષ્ઠ સર્જકતા ધરાવનાર, સમર્થતાના ગુણથી સંપન્ન, અદ્ભુત અવલોકનકાર, વિવિધ વિષયોના વિવેચનકાર, સૂક્ષ્મતા પૂર્વક ચિંતન કરનાર, વિશાળ સૂત્ર સિદ્ધાંત સાહિત્યનું જ્ઞાન ધરાવનાર, જેના દર્શનનું મહત્ત્વ પ્રસ્થાપિત કરનાર, વાસ્તવિક – તાત્વિક - સાત્વિક સાહિત્યનું સર્જન કરનાર, સૂક્ષ્માતિસૂક્ષ્મ વિષયનું જ્ઞાના ધરાવનાર, સાહિત્યના સારથિ, ભાષાના મર્મજ્ઞ, ભાષાના માધ્યમથી આધ્યાત્મિક ગરિમા પ્રસરાવનાર, ઘરબારમાં રહીને રાસનો દરબાર ઊભો કરનાર વ્યક્તિત્વના ધણી હતા.
સાહિત્ય ઈતિહાસના અમર પૃષ્ઠોમાં જેમનું નામ સ્વર્ણાક્ષરે અંકિત થયું છે એવા શ્રાવક કવિ ઋષભદાસનો અમર સાહિત્ય વારસો સામાન્યજનને ભવ્યાત્મા, સરળાત્મા, દિવ્યાત્મા અને મુકતાત્મા બનાવે એ જ અભ્યર્થના સાથે વિરમું છું.