________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૧૩ ૭) ધૂલેવા શ્રી કેસરિયાજી સ્તવન : આદિ અંતની ૧ કડી છે. ધૂલેવામાં ઋષભદેવ ગયા હતા તેનું વર્ણન છે. ૮) માન પર સજઝાય : ૧૫ કડી માન ન કરવાની શીખ આપી છે. પ્રકાશિત ૧ ચૈત્ય આદિ સં. ભા.૩ ૯) સિદ્ધશિક્ષા રાસ : આ રાસના શીર્ષકમાં વપરાયેલા સિદ્ધ શબ્દ પરથી એમાં સિદ્ધ ભગવંતોનું વર્ણન હોવાનો સંભવ છે. ૧૦) નેમિનાથ સ્તવન : સં. ૧૬૬૭ પોષ સુદ ૨ ગુરૂવાર ખંભાત.
નેમિનાથ સ્તવન, ચેત્ય વંદન આદિ સં. ભા. ૩ પૃ. (૧૫૧ થી ૧૫૭) માં મુદ્રિત થયું છે. ૭૩ ગાથા છે. નેમિનાથની હસ્તલિખિત પ્રત શ્રી ગોડીજી જ્ઞાનભંડાર મુંબઈમાંથી મળી છે. ૧૧) પ્રતિમા સ્થાપન પાર્શ્વનાથ સ્તવન ૪ : પ૨ ગાથા
શરૂઆતમાં સરસ્વતીનું સ્મરણ અને પાર્શ્વનાથને વંદન અંતમાં પાર્શ્વનાથને પાપ દૂર કરવા માટેની વિનંતી ૧૨) આત્મશિખામણ સજઝાય : ૧૫ ગાથા આત્મલક્ષી શિખામણ. અસાર સંસારથી ચેતવાની ભલામણ. ૧૩) શ્રી વિવિધ તીર્થોનું ચૈત્યવંદન : પાંચ ગાથા - શત્રુંજય ઉપર શ્રી આદિનાથને, ગિરનાર ઉપર નેમિનાથને, તારંગામાં શ્રી અજિતનાથને, સમેતશિખર પર વીશ જિનેશ્વરોના પગલાને, વૈભારગિર ઉપર શ્રી વીર જિનેશ્વરને પ્રણામ કરું
૧૪) ચેત્ય પરિપાટી - ખંભાતની ચેત્ય પરિપાટી : એક જ ૪૬ મી કડી પ્રાપ્ત થઈ છે. એમાં ખંભાત શહેરથી દૂર એક માઈલ પર આવેલા કંસારીપુર ગામના ચેત્યો. વિશેનું વર્ણન છે. ૧૫) શત્રુંજય મહાતીર્થના નવ ખમાસમણાના દૂહા ઃ જે શત્રુંજય તરફ જવા માટે ડગલું ભરે છે તે કરોડો ભવના અશુભ કર્મ ખપાવે છે. શત્રુંજય સમાન કોઈ તીર્થ નથી ઋષભદેવ જેવા કોઈ દેવ નથી અને ગૌતમ સ્વામી જેવા કોઈ ગુરૂ નથી એમને હું વંદન કરું છું. ૧૬) હરિકેશી મુનિની સજઝાય ઃ ૧૫ ગાથા. બીજી વિગત નથી.
આમ અહીં કેટલીક કૃતિઓની રૂપરેખા આપી આ ઉપરાંત કેટલીય કૃતિઓ હશે જેની વિગત ન મળી હોય તેથી અહીં પ્રસ્તુત કરી શકાઈ ન હોય આટલું વિપુલ સાહિત્ય સર્જન કરનાર કવિનું કવિત્વ બિરદાવતા કહી શકાય કે આ એક બહુમુખી પ્રતિભા ધરાવતા કવિ હતા. સાક્ષરતા, સ્વાવલંબન, સ્વતંત્ર અભિવ્યક્તિ, સજાગતા, ન્યાયપ્રિયતા, સખત પરિશ્રમ આ તમામ શબ્દ સમુહનો પર્યાય એટલે શ્રાવક કવિ ઋષભદાસ. ઋષભદાસ માત્ર સર્જકશીલ નહિ પણ ચારિત્ર્યશીલ