SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૨૫) વીશ સ્થાનક તપ રાસ : જે. ગૂ. ક. માં આની કોઈ વિગત નથી. - આ રાસની પ્રત હજુ મળી નથી. નામ પરથી લાગે છે જેન ધર્મમાં જણાવેલા ૨૦ સ્થાનકો ઉપર એ રાસ રચાયેલો છે. પૂર્વભવમાં ૨૦ સ્થાનકની આરાધના ભાવપૂર્વક કરી હોય તેને તીર્થંકરપદની પ્રાપ્તિ થાય. ૨૬) સમય સ્વરૂપ રાસ - ૭૯૧ કડી ૨૭) દેવગુરૂ સ્વરૂપ રાસ - ૭૮૫ કડી ૨૮) શેત્રુંજય ઉધ્ધાર રાસા ૨૯) કુમારપાલનો નાનો રાસ - ૨૧૯૨ કડી આટલા રાસની કોઈ વિગત મળતી નથી. ૩૦) આદ્ર કુમાર રાસ ૯૭ કડી જેન ગૂ. કવિઓમાં આટલી જ માહિતી છે. ૩૧) પુણ્યપ્રશંસા રાસ ૩૨૮ કડી ટૂંકી કૃતિઓ આ પ્રમાણે છે. ૧) આદીશ્વર આલોયણ (અથવા વિજ્ઞપ્તિ) સ્તવન પ૭ કડી .સ.૧૬૬૬ શ્રાવણ સુદ ૨ ખંભાતમાં આમાં પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્મરણ કરી કવિ પોતાના પાપ પ્રગટ કરીને આલોચના કરે છે. ૨) આદીશ્વર (અથવા ઋષભદેવ) વિવાહલો (અથવા ગુણવેલી) : ૬૮ કડી ઋષભદેવની સાહિત્યોપાસના (પૃષ્ઠ ર૭૭) માં કહ્યા મુજબ આ કૃતિમાં ઋષભદેવનો જન્મથી મોક્ષ સુધીનો વૃત્તાંત આપ્યો છે. ૩) મહાવીર નમસ્કાર ઃ આમાં ૨૪મા તીર્થંકર મહાવીરનું જન્મથી મોક્ષનું વર્ણન હોય એમ લાગે છે. આદિ અને અંતની બે -બે કડીઓથી એમ લાગે છે. બીજી વિગત નથી. ૪) ૨૪ જિન નમસ્કાર છપ્પયબદ્ધ : પ્રથમ તીર્થંકરથી લઈને ૨૪મા તીર્થંકર સુધીનું વર્ણન છે. શૂલપાણિ, ચંદનબાલા, ઉદાયી, અર્જુન, મેઘકુમાર આદિને સ્મર્યા છે. વિશેષ વિગત નથી. પ) શત્રુંજય મંડણ શ્રી ઋષભદેવ જિન સ્તુતિ ઃ આદિ આપી નથી માત્ર અંત આપ્યો છે. શ્રી વિજેસેન સૂરીશ્વરરાય, શ્રી વિજય દેવ ગુરૂના પ્રણમું પાય, રીષભદાસ ગુણ ગાય (મુપુગૃહ સૂચી, લીંહ સૂચી) પ્રકાશિત ઃ ૧ તીર્થમાળા (જે.એ.ઈ.) (૨. જેન કાવ્યપ્રકાશ ભા. ૧) ૬) સ્થૂલિભદ્ર સજઝાય : સ્થૂલિભદ્ર ને કોશાનો સંવાદ આદિની ત્રણ (લાઈન) લીટી ને અંતની ત્રણ લીટી છે. સ્થૂલિભદ્રએ કોશાને ત્યાં ચાતુર્માસ કર્યું ત્યારે બે વચ્ચે થયેલો સંવાદ છે. પ્રકાશિત - ચૈત્ય આદિ સંગ્રહ ભાગ ૩ પૃ. ૩૬૫ (તથા અન્યત્ર)
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy