________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૧૧ પૃ. ૧૫૦-૧૫૧ કડી ૨૧ થી ૨૯ માં મીરજાખાન સમક્ષ મૂર્તિપૂજાનું પ્રતિપાદન કર્યું છે.
પૃ. ૧૫૪-૬૫ ઉપર છતાં ભોગને છોડનાર વિરલ હોય છે એ ટૂંકો કાવ્યખંડ નોંધપાત્ર છે. ખંભાતના સુલતાન હબીબલો અને હીરસૂરિ વચ્ચે મોહપતિ અને યૂક અંગે થયેલો નીચેનો સંવાદ રસપ્રદ છે.
હબીબલો હીરસૂરિ સંવાદ હબીબલો એક પ્રશ્ન પૂંછતો, કાપડો ક્યું બંધઈ રે ? થુંક કિતે ઉપરિ જઈ લાગે, તેણિ બાંધ્યાહે એહી રે. હબીબલો ત્યહાં ફરી ઈમ પૂછે, થુંક નાપાક પાકી રે ?
હીર કહે મુખમાં તવ પાકી, નીકલ્યા તામ નાપાકી રે. ત્યાર પછી ૬ રાગ ૩૬ રાગિણીમાં એમના સંગીત વિશેના ઊંડા જ્ઞાનનો પરિચય થાય છે. “શેવ-જેન વિવાદ’ વિજયસેનસૂરિની વાદ - વિવાદ શક્તિનો સારો પરિચય આપે છે. હીરવિજયસૂરિનાં સંભારણાં સુંદર ઉપમાઓથી વર્ણવ્યાં છે. જીવન એળે નહિ ગુમાવવા વિષેના બે કાવ્યખંડો નોંધપાત્ર છે. કરૂણરસની ખિલવણી માટે વાપરેલી ઉપમાઓ ખાસ નોંધપાત્ર છે. હીરવિજયસૂરિના રસના ત્યાગનો ઉત્તમ ગુણ સુંદર રીતે બતાવ્યો છે. એમના ગુણોનું સુંદર નિરૂપણ થયું છે. પદ્મસાગર નરસિંહ બ્રાહ્મણનો વાદ અને કલ્યાણવિજય તથા બ્રાહ્મણનો વાદ પણ સુંદર રીતે વર્ણવ્યો છે. આમ હીરવિજયના એક એકથી ચડિયાતા શિષ્યોના વાદવિવાદ રજૂ કર્યા છે. મનુષ્યના પ્રકાર, સત્તર કક્કા, સુભાષિતો, પાલનપુરનું વર્ણન, ખંભાતનું વર્ણન, પોતાના ગુરૂ, દાદા, પિતા, અને પોતાનો ટૂંક પરિચય આપી અંતે આઠ કડીનું હીરવંદનાનું ટૂંકું સુંદર ગેય કાવ્ય (પૃ. ૩૨૩-૨૪) આપી કવિ રાસની સમાપ્તિ કરે છે. ૨૨) અભયકુમાર રાસ ૧૦૧૪ કડી .સં. ૧૬૮૭ કારતક વદ ૯ ગુરૂવાર ખંભાતમાં શરૂઆતમાં સરસ્વતી વંદન કરી અભયકુમારનો રાસ નિજ સુખ માટે જોડીશ એમ કહીને અભયકુમારનું ચરિત્ર વર્ણન કર્યું હશે એમ લાગે છે. અંત રાબેતા મુજબ છે. ૨૩) રોહણિયામનિ રાસ : ૩૪૫ કડી ૨.સં. ૧૬૮૮ પોષ શુ. ૭ ગુરૂવાર ખંભાતમાં સરસ્વતી વંદના પછી રોહણિયા ચોરનું ચરિત્ર વર્ણન ને અંતમાં વીર પ્રભુનો શિષ્ય થયો ને મુક્તિ પામ્યો તેનું વર્ણન છે. ૨૪) વીરસેનનો રાસ : ૪૪૫ કડી
આ રાસની રચના સંવત ક્યાં ચાણો એ નથી લખ્યું.
સરસ્વતીનું સ્મરણ કરીને વીરસેન રાજાનો રાસ રચ્યો છે. અંતમાં વીરસેનનું નામ જપતા સિદ્ધિ પ્રાપ્ત થાય એ બતાવ્યું છે.