SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ શ્રાવક કવિ ઋષભદાસ કૃત તિસ્કૃલોક ૧ રાજુનો લાંબો પહોળો છે. તિર્જીલોકમાં મધ્યમાં સૌથી નાનો ૧ લાખા યોજનનો જંબુદ્વીપ છે. તેને ફરતો બે લાખ યોજનનો લવણસમુદ્ર, તેને ફરતો ૪ લાખા યોજનનો ધાતકીખંડ એમ ઉત્તરોત્તર બમણા બમણા યોજનના કુલ અઢી સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના એટલે કે રપ ડાડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા અસંખ્યાતા દ્વીપળ અને સમુદ્રો છે. જંબુદ્વિીપના મધ્યમાં મેરુપર્વત છે. તે મેરુપર્વતના સુચક પ્રદેશથી અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર સુધી અર્થાત્ તિóલોકના અંત સુધી ૧/૨ રાજુ થાય છે. માટે ૧ લાખ યોજનને ર.૫ ઉદ્ધાર સાગરોપમના સમય જેટલીવાર બમણા બમણા કરી તે બધાનો સરવાળો કરતાં જે અસંખ્યાતા યોજન આવે તે અડધો રાજુ થયો. તેના બમણા કરતા ૧ રાજુ થાય છે. જેમાંથી ૧ લાખ યોજન બાદ કરવામાં આવે ત્યારે પ્રમાણોપેત ૧ રાજુનું માપ મળે છે. આમ, ૧ રાજુનું માપ અસંખ્યાત ક્રોડાકોડી યોજના સમજી શકાય છે. (થોક સંગ્રહ ૧૦૮ થોકડા - પાનું ૪૪૧ - ૨૦૧૧) રજુનું ગણિતીય સ્વરૂપ - ૧ રજુના અસંખ્યાતા યોજન બતાવવામાં આવ્યા છે. ૨૦,૫૭,૧૫ર યોજન પ્રતિક્ષણની ગતિથી નિરંતર ચાલવાવાળો દેવ છ મહિનામાં જેટલો પંથ કાપે તે એક રજુ છે. આ પરિભાષાના આધાર પર પોતાના પુસ્તકમાં પ્રો. જી. આર. જેને ૧ રજુનું માપ કાઢ્યું છે જેમાં ૧ ક્ષણને ૦.૫૪૦૦૦૦ મિનિટ તથા ૧ યોજન = ૪૦૦૦ માઈલ માનીને ૧ રજુનું માપ - ૧૯૫૯૭૦૪૧૨૫૪૪૦૦૦૦૦૦૦૦૦ માઈલ કાર્યું છે. જેને ગણિતની ભાષામાં ૧.૧૫ x ૧૦* માઈલ લગભગ લખવામાં આવે છે. એમાં સંશોધન કરતા મુનિશ્રી મહેન્દ્રકુમારે પોતાના ગ્રંથ “વિશ્વ પ્રહેલિકા” માં બે વિકલ્પ પ્રસ્તુત કર્યા છે. ૧) ૧ રજુ = ૧૦૧૦૯ માઈલ લગભગ ૨) ૧ રજુ = ૧૦૧૦૨૪૫માઈલ લગભગ ગણિતની ભાષામાં ૧૦ની ઉપર જે અંક લખવામાં આવે છે એને ઘાતાંક (Raise to the Power) કહેવાય છે. જેમ કે ૧૦૦ માટે ૧૦* લખવામાં આવે છે. ઘાતાંક જેટલા શૂન્ય ૧ ઉપર લગાવાતા તે સંખ્યા પ્રાપ્ત થાય. ૧૦S એટલે ૧ પર ૧૯૬ મીંડા (શૂન્ય). ૧ આ પરિભાષા જર્મન વિદ્વાન ગ્લેસનહાપે પોતાના પુસ્તક "Der Jainisam" માં આપી છે. એમણે સી. ટી. કોલબ્રુકના શોધ - કાર્યના આધાર પર આ પરિભાષા આપી છે. રત્નપ્રભા નરક એક રાજ ઊંચી અને ૧૦ રાજ ઘનાકાર છે. તેની નીચે બીજી નરક છે. ર૭ થી ર૫૦મી ગાથામાં ર થી ૭મી નારકીનું વર્ણન મનનીય છે.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy