________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૭૯ સાતે નરકની વિશેષતાઓ રપ૦ થી ર૫૪મી એ ૫ ગાથામાં વર્ણવી છે જેનો સાર નીચે પ્રમાણે છે.
સાતે નરકની પૃથ્વી ૧ લાખ રાજુ ઊંચી હોય. આ સાતે નરકના બધા મળીને ૪૯ પાથડા (અને ૪૨ આંતરા) છે. એમાં બધાથી મોટો પાથડો પહેલી નરકનો પહેલો પાથડો છે. તે સીમંતક નામે છે અને ૪૫ લાખ જોજનનો લાંબો પહોળો છે. “સીમંતો સઘલામાં વડો.” છેલ્લો પાથડો સાતમી નરકનો અપઈડ્રાણ નામનો છે તે એક લાખ જોજનનો લાંબો પહોળો છે એવું જિનવરે કહ્યું છે.
સાતે નરકના પાથડા ઊંચા ત્રણ યોજનના હોય. લાંબા પહોળા સંખ્યાતા કે અસંખ્યાતા યોજનના છે.
જીવા. પ્રતિ ૩, ઉ.૨ સૂ.૩ ૧ થી ૬ નરકમાં કેટલાક સંખ્યાત હજાર યોજનના અને કેટલાક અસંખ્યાત યોજનાના વિસ્તારવાળા નરકાવાસ છે. ૭મી નરકમાં અપઈડ્રણ નરકાવાસ સંખ્યાત્ યોજનનો છે બાકીના ચાર સંખ્યાત યોજનના છે.
| કોઈ મહર્ફિક દેવ ત્રણ ચપટી વગાડીએ તેટલા કાળમાં જંબુદ્વીપર ૨૧વાર પરિક્રમણ કરી આવે એવી સર્વોત્કૃષ્ટ ગતિથી ૧,૨,૩ દિવસ પર્યંત ઉત્કૃષ્ટ છ માસા સુધી તે નરકાવાસનું ઉલ્લંઘન કરતો રહે તો પણ તે દેવ કેટલાક નારકાવાસાનું ઉલ્લંઘન કરી શકે, કેટલાકનું ન કરી શકે એટલા મોટા નરકાવાસ છે અર્થાત્ સંખ્યાત યોજનવાળાનું ઉલ્લંઘન કરી શકે. અસંખ્યાત યોજનવાળાનું નહિ.
એમાં ૧, ૨, ૩, સંખ્યાતા, અસંખ્યાતા નારકી ૧ સમયે ઉપજે ને ચ્યવે. એમ આવાગમન ચાલુ રહે છે. સંખ્યાતા યોજનવાળા નરકાવાસમાં સંખ્યાતા નારકી ઉપજે અને અસંખ્યાતાવાળામાં અસંખ્યાતા ઉપજે. આમ નારકીનું ચરમોત્કૃષ્ટ વર્ણન થયું છે.
સંજ્ઞાનું વર્ણન એકેન્દ્રિય જીવની સંજ્ઞાનું સ્વરૂપ બતાવતી વખતે કવિએ વૃક્ષ-વેલ-છોડના દૃષ્ટાંત આપીને અલંકાર સહિત અસરકારક વર્ણન ગાથા ૮૦ થી ૮૮માં કર્યું છે. જે આપણને વનસ્પતિકાયમાં ‘જીવ’ હોવાની પ્રતીતિ કરાવે છે.
લેયાનું વર્ણન આવું જ અસરકારક વર્ણન લેશ્યાના અધિકારમાં પૂર્વે બતાવેલ છે. જેમાં લેશ્યાના ભાવને સ્પષ્ટ કરવા માટે ચોરનું દૃષ્ટાંત આપીને કર્યું છે. છે ચોર વચ્ચે સંવાદ થતો હોય એમ વર્ણન કર્યું છે.
કાયસ્થિતિનું વર્ણન
કાયસ્થિતિ જેવા ગહન વિષયને કાવ્યરૂપે વર્ણવવું એ કવિના કવિત્વની. કસોટી છે જેમાં કવિ પાર ઉતર્યા છે. અનાદિકાલીન અવ્યવહારરાશિમાં રહેલો જીવ વ્યવહારરાશિમાં આવીને કયાં કેટલો સમય રહે છે એ બતાવ્યું છે. ર૯૮ થી ૩૦૫મી