________________
૩૮૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ગાથા વાંચતા એની પ્રતીતિ થાય છે.
નિગોદનું વર્ણન –
જેનદર્શનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિચારણાનું પ્રતિબિંબ નિગોદના વિચારમાં સ્પષ્ટપણે ઝિલાયું છે, જેમાં પર્યાય, પરમાણુ, વર્ગણાનો વિસ્તાર બતાવ્યો છે. વર્ગણા એટલે વર્ગનો સમૂહ. વર્ગ ૧, ૨, ૩ યાવત્ સંખ્યાતા, અસંખ્યાતા અનંતા પરમાણુઓનો બનેલો હોય. આવા અનંત અનંત પરમાણુની બનેલી વર્ગણા હોય તે કેટલીક જોઈ જાણી શકાય છે તો કેટલીક જોઈ જાણી શકાતી નથી. સંખ્યાતા, અસંખ્યાતા પરમાણુથી બનેલી વર્ગણાસામાન્ય વ્યક્તિથી જાણી શકાતી નથી. જો કે કાર્મણ વર્ગણા પણ ચઉસ્પર્શી હોવાથી કેવળી અથવા તો વિશેષ અવધિજ્ઞાની (જેને ચલસ્પર્શી પરિણામ જાણવાનું જ્ઞાન થયું હોય તે) જાણી શકે છે. બાકીના જીવો ના જાણી શકે. કંધમાં રહેલો પરમાણુ અનંત પર્યાયવાળો હોય. આવી કાર્મણ વર્ગણા. અસંખ્યાત પ્રદેશી જીવના પ્રત્યેક પ્રદેશ પર અનંતી (કર્મની વર્ગણા) હોય છે. એવા અનંત જીવો નિગોદના એક શરીરમાં હોય છે. એવા અસંખ્યાતા શરીર એક ગોળામાં હોય છે. એક આંગુલના અસંખ્યાતા ભાગ કરીએ એમના એક ભાગમાં અસંખ્યાતા. ગોળા હોય તો અસંખ્યા જોજનના લોકમાં ટલા લોકમાં કેટલા ગોળા હોય? અસંખ્યાતા ગોળા હોય. એવા અસંખ્યાતા ગોળાના પ્રત્યેક ગોળામાં અસંખ્યાત શરીર છે. એમાંના પ્રત્યેક શરીરમાં અનંતા જીવ છે. એમાંના પ્રત્યેક જીવના અસંખ્યાતા પ્રદેશ છે એમાંના પ્રત્યેક પ્રદેશ પર અનંતી કર્મ વર્ગણા છે અને પ્રત્યેક વર્ગણામાં અનંત અનંત પરમાણુ-પ્રદેશ છે. પ્રત્યેક પરમાણુની અનંતી પર્યાય છે. આ અતિ સૂક્ષ્મ વિચાર કેવળજ્ઞાન વગર જાણવો મુશ્કેલ છે.
૩૦૬ થી ૩૧ર સુધીની ગાથાઓ સૂક્ષ્માતિસૂક્ષ્મ વર્ણનની સાખ પૂરે છે. જે વાંચીને ભાવકનું હૃદય કવિની વર્ણનશક્તિની તાદશતા તથા ભાવાલેખનની શક્તિ પર ઓવારી જાય છે. ગૌતમતીપનું વર્ણન – ૪૩૦ સૂર્યતણા છઈ દ્વીપ અનેક, ગઉતમ દીપ વડુ ત્યાંહા એક,
ઊંચું છોત્સરિ એક હજાર, પોહોલું જોઅણ સહઈસ તે બાર. ૪૩૧ લવણ સમુદ્ર માંહઈ તે સહી, તેણઈ દીપિં સાયર જલ નહી,
આ દોઢ ગાથાની અંદર ગીતમદ્વીપનું માપ અને સ્થાન બતાવી દીધું છે. ગુરૂનું વર્ણન - પોતાના ગુરૂ શ્રેષ્ઠ છે અને કેવા છે એનું વર્ણન કર્યું છે. ૪૯૦ શ્રી વીજયાનંદસુરિ સ્વર સમર્યો, તપગચ્છ ઠાકુરવારૂજી,
હીર પટોધર હાર્થિ દીક્ષા ભવીક લોકનો તારૂજી. ૪૯૧ જનમતણો જે કઈ બ્રહ્મચારી, પરણ્યા સંયમ નારીજી,
ક્રોધ માન માયા નહીં મનમાં, આગમ અર્થ વીચારીજી.