________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૮૧ કવિના ગુરૂ ઠાકુરવાળું તપગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય વિજયાનંદસૂરિ ભવ્યજનોના તારણહાર, બાલબ્રહ્મચારી, સંયમી, મંદ કષાયી અને આગમજ્ઞાતા છે.
આ બે ગાથામાં ગુરૂનું ચિત્ર નજર સમક્ષ તાદશ થઈ જાય છે. પિતામહનું વર્ણન - ૪૯૪ અને ૪૯૫ એ બે ગાથામાં એક પ્રભાવશાળી, પુણ્યશાળી, પરોપકારશીલ, પ્રભાવક પિતામહનું સુંદર રેખાચિત્ર દોરી દીધું છે. પિતાશ્રીનું વર્ણન -૪૯૬ થી ૪૯૮ એ ત્રણ ગાથામાં એમના પિતાશ્રીના શ્રાવકપણાના લક્ષણ અને રહેઠાણ બંનેનું વર્ણન કર્યું છે.
કવિનું પોતાનું વર્ણન એક જ ગાથામાં પણ અસરકારક કર્યું છે. ૪૯ ઋષભદાસ સંઘવી સુત તેહનો, જઈન ધર્મનો રાગીજી,
જાણ હુઓ મૂનીવર મહિમાયિ, કરઈ કવીત બુદ્ધ જીગીજી.
આ એક જ ગાથામાં શ્રી અને સરસ્વતીનો સંગમ તેમ જ પરંપરાગત શ્રમણોપાસકના દર્શન થાય છે. સંઘવી એટલે સંઘ કઢાવનાર જે લક્ષ્મી વગર શક્ય નથી અને કવિતા કરવાની બુદ્ધિ સરસ્વતી વગર શક્ય નથી વળી પિતા અને પિતામહનો પરંપરાગત વારસો એટલે સમજણ થતાં જ મુનિઓનો પરિચય અને પોતે પાછા જેનધર્મના રાગી એટલે શ્રમણોપાસક બનીને જેન ધર્મની પ્રભાવના પણ કરી છે. આમ એક જ ગાથામાં પૂર્ણ પરિચય આપી દીધો છે.
આમ, આ બધા વર્ણનોથી સિદ્ધ થાય છે કે કવિની વર્ણનશેલી અદ્ભુત છે. વર્ણનો માટે જોઈતા શબ્દો વગર કહ્યું આપોઆપ ગોઠવાઈ ગયા હોય એમ અનુભવાય છે. એમની તીવ્ર સ્મૃતિ, શાસ્ત્રના ગહન જ્ઞાનનો પરિચય પ્રાપ્ત થાય છે. ખુદનું વર્ણના એક ગાથામાં ઘણું બધું કહી દે છે તો નારકીના વિસ્તૃત વર્ણનમાં અતિશયોક્તિનો અભાવ દેખાય છે.
અલંકાર અલંકારનો સામાન્ય અર્થ છે આભૂષણ. જેમ આભૂષણથી શરીરની શોભા વધે છે એમ કાવ્યની શોભા વધારવાવાળા તત્ત્વને અલંકાર કહેવાય છે. જે રસાનુરૂપ પ્રયોજાય છે. અલંકાર કાવ્યના બાહ્ય શરીર - શબ્દ અને અર્થ ની શોભા વધારે છે. તેથી એ કાવ્યનો અસ્થિર ધર્મ છે જ્યારે ‘રસ’ એ કાવ્યનો આત્મા છે રસ શબ્દ આનંદનો પર્યાય છે. ઉપનિષદોમાં આત્મા અને પરમાત્માને રસ સ્વરૂપ માનવામાં આવ્યા છે “રસો રે સઃ આત્મા આનંદરૂપ જ હોય છે. ‘રસ’ એ આનંદ છે જેની. અનુભૂતિ કોઈક કલાત્મક કાર્યમાં તલ્લીન થઈ જવાથી પ્રાપ્ત થાય છે. કાવ્યમાં રસને અનુરૂપ અલંકારોનો પ્રયોગ થાય તો કાવ્ય મહોરી ઉઠે છે. સ્વાભાવિક અલંકાર કાવ્યો સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. પરંતુ પ્રયત્નપૂર્વક, બળપૂર્વક અલંકાર લાવવામાં આવે તો કાવ્યસેંદર્ય નષ્ટ થાય એવું પણ બને. માટે અલંકારનો પ્રયોગ સ્વાભાવિક હોવો