________________
૩૮૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
જોઈએ.
અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે. શબ્દાલંકાર અને અર્થાલંકાર.
શબ્દાલંકાર - કાવ્યમાં શબ્દ રચનારૂપી અલંકાર એટલે કે શોભા આણવી. તે, પ્રિય લાગે તેવી રીતે શબ્દોની ગોઠવણ કરવી તે. અનુપ્રાસ વગેરે શબ્દાલંકાર છે.
અર્થાલંકાર - કાવ્યમાં અર્થથી આણવામાં આવતી શોભા, અર્થ ચમત્કૃતિ, ઉપણા, રૂપક, ઉલ્ટેક્ષા વગેરે અર્થાલંકાર છે.
એક વન્યબાળા કે તાપસી ફૂલોના બનેલા એકાદ બે આભૂષણ ધારણ કરે તો પણ સુંદર લાગે અને ધારણ ન કરે તો પણ સુંદર લાગે. એવી જ રીતે ‘જીવવિચાર રાસ’ એ એક તાત્વિક, ભાવવાહી, પ્રશમ-શાંત રસ સભરકૃતિ છે. એમાં કવિએ શબ્દાનુપ્રાસ અલંકારનો પ્રયોગ કરીને સુંદરતા અર્પે છે. ક્યાંક ક્યાંક સહજતાથી અલંકાર પણ આવી ગયા છે. શબ્દાલંકારના ચાર પ્રકાર છે. છેકાનુપ્રાસ, નૃત્યનુપ્રાસ, કૃત્યનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ. પ્રસ્તુત કૃતિમાં અંત્યાનુપ્રાસ અલંકારનો પ્રયોગ થયો છે. ચાર ચરણમાંથી ક્યારેક પ્રથમ અને દ્વિતીય ચરણના અંતિમ અક્ષર સરખા હોય તો ક્યારેક પ્રથમ અને તૃતીયના, ક્યારેક દ્વિતીય અને ચતુર્થના, તૃતીય અને ચતુર્થના તો ક્યારેક ચારે ચરણના અંત્યાક્ષર (૪૭) (૧૫૧) સરખા હોય અને અંત્યાનુપ્રાસ કહે છે.
જીવવિચાર રાસ'માં અલંકાર પ્રથમ અને દ્વિતીય ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. જીવતણા કહ્યા દોઈ પ્રકાર, સિદ્ધ અને સંસારી સાર. વલી ઘનવાત અનિં તનવાત, કાલ કેટલો એહેમાં જાત. પ્રથમ અને તૃતીય ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. ભેદ નવાઝું દેવનાજી, વ્યવરી કહઈસ્યુ વીચાર
સોલ જાત્ય સૂર વ્યંતરાજી ભવનપતી દસ સાર. ૫૧ થી ૬૬ ગાથામાં પહેલા અને ત્રીજા ચરણના અંતમાં જી અક્ષરનો જ પ્રયોગ થયો છે જે કવિની એક શબ્દસિદ્ધિ કરી શકાય. દ્વિતીય અને ચતુર્થ ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત. ૬૭ એકસો એક ભેદ જ વલી, નરના ભાખ્યા જોય,
હવઈ સકલ વલી જીવના, શરીરમાન કર્યું સોય, ૯૨ દસઈ સાંગ્યના ધરી લહીઈ, શરીર ત્રણિ તસ કહીઈ,
તેજસ કારમણ અનિ ઉદારિક, જિનવર ભાખ્યા લહીઈ.
ઢાલ ૪ઃ ૧૩૩ થી ૧૪૨મી ગાથા સુધી દ્વિતીય અને ચતુર્થ ચરણના અંતમાં એક જ અક્ષર ‘તો’ વાપર્યો છે. ગાથા ૪૮૪ થી ૫૦૨ માં “જી” વાપર્યો છે. તૃતીય અને ચતુર્થ ચરણના અંત્યાક્ષરની સમાનતાના દષ્ટાંત.
૨૧
પ૧