________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૭૭ તૃષા શાંત ન થાય એવા તરસ્યા હંમેશાં તેઓ હોય છે. (૩) અનંત શીત - લાખ મણ લોઢાનો ગોળો નરકની શીત યોનિમાં મૂકવામાં આવે તો
તે શીતળતાને પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી. તીવ્ર ત્યાં ટાઢ હોય છે જો કોઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે, તો તે તેને ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં
નરકમાં હંમેશા રહે છે. (૪) અનંત તાપ - નરકના ઉષ્ણ યોનિસ્થાનમાં લાખ મણ લોઢાનો ગોળો મૂકતાં જ
તે પીગળીને પાણી થઈ જાય અને જો કોઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે તો ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ગરમી
ત્યાં નરકમાં સદેવ રહ્યા કરે છે. (૫) અનંત મહાજવર - નારકીના શરીરમાં હંમેશાં ઘણો તાવ ભર્યો રહે છે જેથી શરીર
બળ્યા કરે છે. (૬) અનંત ખુજલી - નારકી જીવો હંમેશાં શરીર ખણ્યા જ કરે છે. (૭) અનંત રોગ - જલોદર, ભગંદર, ઉઘરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫, ૬૮,
૯૯, ૫૮૫ પ્રકારના નાના (૨) રોગો નારકીના શરીરમાં સદા રહ્યા કરે છે. (૮) અનંત આનાશ્રય-નારકી જીવને કોઈપણ જાતનો આશરો કે મદદ આપનાર ત્યાં
હોતો નથી. (૯) અનંત શોક - નારકીના જીવો સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે. (૧૦) અનંત ભય - જ્યાં કરોડો સૂર્ય મળીને પણ પ્રકાશ ન કરી શકે એવું અંધકારમયા
નરકનું સ્થાન છે. વળી, નારકીઓના શરીર પણ કાળા મહાભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે તેથી નારકીજીવો પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે.
આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જીવો પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલો વખત પણ આરામ નથી.
અહીં કવિએ ૨૨૨થી ૨૨૬ ગાથામાં કેટલીક ક્ષેત્રવેદનાનું વર્ણન કર્યું છે. આ વિશ્વનું સઘળું અન્ન ખવડાવતા ભૂખ ન મટે તે સઘળું પાણી પીવડાવતા તરસ ન મટે. એ જ રીતે હજાર મણનો લોખંડનો ગોળો છ મહિના અગ્નિમાં તપાવીને એને અડાડીએ તો ઠંડો લાગે એ જ રીતે એ જ ગોળા છ મહિના હિમાલયના બરફમાં રાખીને એને અડાડીએ તો ઉનો = ગરમ લાગે. નરકનું આવું દૃષ્ટાંત ક્યાંય ન મળી શકે અર્થાતુ નરક જેવું સ્થાન બીજું કોઈ ન હોઈ શકે. ટાઢથી હાથ - પગ પણ ગળી. જાય અને ઉષ્ણ વેદના પણ ત્યાં ભયંકર છે.
એવી રત્નપ્રભા નરક એક રાજુની લાંબી પહોળી છે. અનુયોગ દ્વાર સૂત્ર, જીવાભિગમ સૂત્ર અને જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૧ રાજુનું માપ કહેવામાં આવે છે.