________________
૩૭૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
રેડતા કહે છે કે, ‘‘લો! આ પીઓ! આ પણ ઘણું સરસ છે.’’ વેશ્યા અને પરસ્ત્રીગમન કરનારને તપાવી લાલ કરેલા લોઢાના થાંભલા સાથે બલાત્કારથી બાથ ભરાવીને કહે છે કે, ‘અરે દુષ્ટ! તને પરસ્ત્રી સારી લાગતી હતી, તો હવે કેમ રડે છે?’’
કુમાર્ગે ચાલનાર તથા કુમાર્ગે જવાનો ઉપદેશ દેનારને આગથી ઝરઝરતા અંગારા ઉપર ચલાવે છે. જાનવરો અને મનુષ્યો ઉપર વધારે ભાર લાદનારને ડુંગરોમાં કાંટા કાંકરાવાળા રસ્તામાં સેંકડો ટન વજનનો રથ ખેંચાવે છે, ઉપરથી ધારવાળા ચાબુકનો પ્રહાર કરે છે.
કૂવા, તળાવ, નદીના પાણીમાં ક્રીડામસ્તી કરનારને તથા અણગણ પાણી વાપરનાર નકામું પાણી ઢોળનારને વૈતરણી નદીના ઉષ્ણ અને તીક્ષ્ણ ધાર પાણીમાં નાંખી તેના શરીરને છિન્નભિન્ન કરે છે. સાપ, વીંછી પશુ, પક્ષી વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી સિંહ વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાંખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડંખોથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષ છેદન કરનારના શરીરનું છેદન કરે છે.
માતા-પિતા વગેરે વૃદ્ધ અને ગરૂજનોને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી છેદન કરે છે. દગા, ચોરી કરનારાઓને ઊંચા પહાડોથી પછાડે છે.
“શ્રોતેન્દ્રિય પ્રિય’” રાગ-રાગિણીના અત્યંત શોખીનોના કાનમાં ઉકળતા સીસાનો રસ નાંખે છે. ચક્ષુન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખો તીક્ષ્ણ શૂળોથી ફોડી નાંખે છે.
ઘ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તીખો રાઈ મરચાંનો ધુમાડો સુંઘાડે છે. જીભથી ચાડી-નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે.
કેટલાકને ઘાણીમાં પીલે છે, કેટલાકને અગ્નિમાં બાળે છે, તો કેટલાકને હવામા ઉડાડે છે, એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારના મહાન દુઃખોથી દુઃખી કરે છે. પીડા પામતા નારકો પરમાધામી દેવોને આજીજી કરે, માફી માંગે તો પણ પીગળતા નથી.
આ પ્રમાણેનો ભાવ ૨૨૦, ૨૨૧મી ગાથામાં વ્યક્ત થયો છે. તરસ્યાને ઉકાળેલું પીગાળેલું સીસું પીવડાવે, એના જ શરીરનું માંસ એને ખવડાવે. આકાશમાં ઉછાળીને ભાલા પર ઝીલી લે. રક્તમાંસની નદીમાં ડૂબાડે. નરકમાં ચારે બાજુ ઘોર અંધકાર છે તેમ જ ત્યાંની ભીંતો ખડગ જેવી ધારવાળી હોય એના દુઃખ કહીએ તો પણ પાર ન આવે.
નારકોની ૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના (જૈનતત્ત્વ પ્રકાશ અમલોખઋષિજી પૃ. ૬૧) (૧) અનંત ક્ષુધા - જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે એ બધા એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તો પણ તેની તૃપ્તિ ન થાય એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણ કે તેમને નરકમાં ખાવાનું જ મળતું નથી.
(૨) અનંત તૃષા - બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તો પણ તેની