________________
૩૨૮
વ્યતીત થયા પછી સમકિત પ્રાપ્ત થાય. (૩) મિશ્રદૃષ્ટિ - કે સમામિથ્યાત્ત્વ દૃષ્ટિ -
મિશ્ર મોહનીય કર્મના ઉદયથી વશીભૂત જીવ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. સમકિત કે મિથ્યાત્ત્વની જાણકારીનો મિશ્ર પણ નિર્ણય એકેયનો નહિ એવી અવસ્થા તે મિશ્રદષ્ટિ. જેને તત્ત્વ પ્રત્યે રૂચિ પણ નથી અને અરૂચિ પણ નથી એ મિશ્રદૃષ્ટિ કહેવાય. મિશ્રદૃષ્ટિ જઘન્ય - ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. પછી જીવ કાં તો સમ્યક્દૃષ્ટિ થઈ જાય છે કે પછી મિથ્યાદષ્ટિ થઈ જાય છે.
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
જીવવિચાર રાસમાં વ્યક્ત થયેલું દૃષ્ટિનું સ્વરૂપ એકેન્દ્રિયમાં - ૭૮ ... એકંદ્રિ મીથ્યાતી લહું. એકેન્દ્રિય જીવો મિથ્યાદૃષ્ટિવાળા
હોય છે.
બેઈંદ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં - ૯૪ સમકિત દ્રીપ્ટી દાઈ બેઅંદ્રી, મીથ્યા દ્રીષ્ટી કહીઈ...
૧૦૨ મીથ્યા દ્રીષ્ટી એપણિ કહું સમકિત દ્રીષ્ટી એહનિ લહુ... ૧૧૦ મીથ્યા દ્રીષ્ટીઅ સમકિત દ્રીષ્ટી એ કહું એ. આમ ત્રણે વિલેંદ્રિયમાં સમકિત અને મિથ્યા બે દૃષ્ટિ હોય. પંચેન્દ્રિયમાં - ૧૧૯ ... ત્રણિ દ્રીષ્ટીનું કહઈમાન, મીથ્યા દ્રીષ્ટી સમક્ત હોય, સમા મીછાદ્ર તુ જોય.
પંચેન્દ્રિયમાં ત્રણે દૃષ્ટિ હોય. મિથ્યા - સમકિત અને સમામિથ્યા દૃષ્ટિ. દેવગતિમાં દૃષ્ટિનો ઉલ્લેખ નથી પરંતુ દેવને પણ ત્રણ દૃષ્ટિ હોય. મનુષ્ય ગતિમાં સંજ્ઞી પંચેન્દ્રિયમાં દૃષ્ટિ - ૧૪૮ • માનવનિ કહું ત્રણિ દૃષ્ટિ વલી તેહનિં લહું.
---
મનુષ્યમાં ત્રણે દૃષ્ટિ હોય.
સંમૂર્ચ્છિમ મનુષ્યમાં એક મિથ્યા દૃષ્ટિ હોય. ૧૮૩ મીથ્યા દ્રીષ્ટી તે કહઈવાઈ... સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ દૃષ્ટિ હોય. ૧૯૦ ત્રણિ દ્રીષ્ટ તૂ તેહમાં જાણિ સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય ૧૯૯ મિથ્યા દ્રિષ્ટી મ કરિ વીચાર સંમૂર્ચ્છિમ તિર્યંચમાં એક દૃષ્ટિ હોય તે મિથ્યાદૃષ્ટિ પણ સંમૂર્ચ્છિમ તિર્યંચમાં અપર્યાપ્તામાં બે દૃષ્ટિ હોય ને પર્યાપ્તામાં એક મિથ્યાદૃષ્ટિ હોય. પરંતુ કવિએ એક જ દૃષ્ટિ બતાવી છે.
નારકીમાં દૃષ્ટિ ૨૬૫ ... હોય, સમમીછયા દ્રષ્ટી તું જોય. નારકીમાં ત્રણે દૃષ્ટિ હોય.
ત્રિણિ દ્રીષ્ટી તેહનિં પણિ ખરી, મિથ્યા દ્રીષ્ટી સમકિત
સમકિતદૃષ્ટિની પ્રાપ્તિ સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં જ થાય પછી સાથે લઈ જઈ શકે એ અપેક્ષાએ અપર્યાપ્તામાં હોઈ શકે. તે જીવ સંજ્ઞી પંચેન્દ્રિયના જ ભવ કરે