________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૨૭ સમકિત થવા પૂર્વે આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો તે જ ભવે મોક્ષે જાય છે અને બંધ પડ્યો હોય તો ત્રીજા કે ચોથા ભવે મોક્ષે જાય છે. ૪) વેદક સમકિત - દર્શન સપ્તકમાંથી સમ્યક્ત્વ મોહનીયનું વદન જેમાં થાય તે વેદક સમકિત છે. આમાં ત્રણ ભેદ છે. ક્ષયોપશમ વેદક, ઉપશમ વેદક અને લાયક વેદક. વેદકની સ્થિતિ જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ ૬૬ સાગરોપમ ઝાઝેરાની (ક્ષયોપશમા સમકિત આશ્રી). ૫) સાસ્વાદન સમકિત - ઉપશમ સમકિત પામ્યા પછી ત્રણ દર્શન મોહનીય ઉપશમાવેલ હોય છતાં અનંતાનુબંધી ચતુષ્કનો જો ઉદય થઈ જાય તો સાસ્વાદના સમ્યક્ત કહેવાય. મિથ્યાત્વ તરફ જઈ રહેલો જીવ સમ્યફત્ત્વના કંઈક આસ્વાદવાળો હોવાથી એને સાસ્વાદન સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકિત ઉપશમ સમકિતથી પડિવાઈ થઈ રહેલા જીવને જ હોય. તે પણ વધારેમાં વધારે આખા સંસારકાળ દરમ્યાન પાંચ જ વાર આવે. તેની સ્થિતિ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટ છે આવલિકા છે. (છ આવલિકા એટલે સેકંડનો ૯૭૧મો ભાગ)
સમ્યફ7 દૃષ્ટિનો કાળ સાદિ અનંત અને સાદિ સાંત છે. લાયક સમકિત સાદિ અનંત છે. બાકીના સમકિત સાદિ સાન્ત છે. ૨) મિથ્યા દષ્ટિ
જેની દૃષ્ટિ મિથ્યા અર્થાત્ અયથાર્થ, વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. આત્મભાનથી શૂન્ય બાહ્ય જગતમાં જ પુરૂષાર્થ કરનાર શરીરાદિ પર્યાયોમાં રત રહેનાર મિથ્યાદષ્ટિ ગણાય છે. મિથ્યામોહનીય કર્મના ઉદયથી વશીભૂત જીવ મિથ્યાદૃષ્ટિ કહેવાય છે. વિતરાગની વાણીમાં ઓછી, અધિકી કે વિપરીત પ્રરૂપણા કરવી તે મિથ્યાદષ્ટિ છે. જેમ કે જીવતત્વ માટે કહે કે જીવ અંગુઠા માત્ર છે. દીપક માત્ર છે. શામાં માત્ર છે. એ ઓછી પ્રરૂપણા કરી કહેવાય, એકમાત્ર જીવ બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યો છે તે અધિકી પ્રરૂપણા કરી કહેવાય અને જીવ પાંચ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ વિપરીત પ્રરૂપણા કહેવાય. કુદેવ, કુગુરૂ, કુધર્મમાં શ્રદ્ધા રાખવી તે મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિને કારણે જીવ પરપદાર્થોને પણ પોતાના માને છે.
સત્ ને સતરૂપે ન જાણે તે મિથ્યાદષ્ટિ કહેવાય કે મિથ્યાત્વ પણ કહેવાય છે. મિથ્યાદૃષ્ટિ જીવ ત્રણ પ્રકારના હોય છે. (કાળ આશ્રી) ૧) અનાદિ અનંત - જે અનાદિકાળથી મિથ્યાત્વી છે અને અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેવાના છે. જેમ કે અભવ્ય જીવ. ૨) અનાદિ સાંત - જે અનાદિકાળથી મિથ્યાત્વી છે પણ ભવિષ્યમાં જેને સમકિત પ્રાપ્ત થશે તે ભવ્ય જીવ આશ્રી. ૩) સાદિ સાંત - જે સમ્યફત્ત્વને પ્રાપ્ત કર્યા પછી પાછા મિથ્યાદષ્ટિ બની ગયા છે અને ભવિષ્યમાં ફરી સભ્યત્ત્વને પ્રાપ્ત કરશે એનો કાળ જઘન્ય અંતર્મુહર્ત ઉત્કૃષ્ટ અનંતકાળા