________________
૩૨૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેવું યથાર્થ માનવું તે સમ્યફદષ્ટિ કહેવાય. જેમ જીવ તત્ત્વનું કહ્યું તેમ અન્ય તત્ત્વોનું
સ્વરૂપ પણ સારી રીતે સમજીને એ જ રીતે યથાર્થ માનવું. ‘ને વિહિંપન્નર તમેવ સળં' જે જિનેશ્વરોએ પ્રરૂપ્યું છે એ જ સત્ય છે. વિતરાગી એવા કેવળી ભગવાને જે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું જ બતાવ્યું છે એના પર શ્રદ્ધા રાખવી તે સમ્યફદષ્ટિ.
‘ભગવદ્ ગોમંડળ'પૃષ્ઠ ૮૫રરમાં સમ્યક્ત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવ્યું છે - જે પ્રકટ થવાથી પોતાનો શુદ્ધ આત્માનો પ્રતિભાસ થાય તે ગુણ, સામાન્યતઃ સત્યા તત્ત્વ ઉપર શ્રદ્ધા થવી, સુદેવ, સુગુરૂ અને સુધર્મની ઓળખાણ થવી તે વિવેકદષ્ટિ. હરિજનબંધુમાં લખેલ છે કે જેનધર્મ આપણને સર્વાગીદષ્ટિ રાખવાનું કહે છે. અને એ લોકોએ (એ દૃષ્ટિને) સમ્યફત્ત્વ એવું નામ આપ્યું છે.'
આમ સમ્યગદષ્ટિ એટલે અરિહંતદેવ દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્વ પર જેની પ્રતીતિ, રૂચિ અગર શ્રદ્ધા કરવાની છે એ તત્ત્વોની પ્રરૂપણા આઠ બાબતોને ધ્યાનમાં રાખીને થવી જોઇએ જેમ કે ૧) દ્રવ્ય - પદાર્થની મૂળજાતિ ૫) પર્યાય - શક્તિનાં આવિર્ભાવ પામતાં કાર્યો ૨) ક્ષેત્ર - સ્થિતિક્ષેત્ર
૬) દેશ - વ્યાવહારિક જગ્યા ૩) કાલ - સમય
૭) સંજોગ - આજુબાજુની પરિસ્થિતિ ૪) ભાવ - પદાર્થગત મૂળશક્તિ ૮) ભેદ - પ્રકારો (સન્મતિ પ્રકરણ પૃ. ૩૧૮)
કોઈ પણ તત્ત્વોનું સ્વરૂપ બતાવવું હોય તો ઓછામાં ઓછી આઠ બાબતોનું બરાબર લક્ષ્ય રાખવું જોઈએ, તો જ તત્ત્વનું સ્વરૂપ બરાબર પ્રસ્થાપિત થઈ શકે. એવી રીતે અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપેલા તત્ત્વો પર શ્રદ્ધા રાખવી તે સમ્યગદૃષ્ટિ કહેવાય છે. સત્ ને સત્ સ્વરૂપે જાણવું તે સમ્યગ્દષ્ટિ.
ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ દર્શનમોહનીય (દર્શનસપ્તક) ના ઉપશમ, ક્ષયોપશમ, કે ક્ષયથી સમકિતના કે સમ્યગદષ્ટિના પાંચ ભેદ પડે છે. પાંચ સમકિત નીચે મુજબ છે. (શ્રી બૃહદ જેન થોક સંગ્રહ (૧૦૧ થોકડા) - મૃ.૪૩૭) ૧) ઉપશમ - સમકિત દર્શન સપ્તકને દબાવી દે, ઉદયમાં ન આવવા દે એને ઉપશમ સમકિત કહે છે. આ સમકિત જઘન્ય ૧ સમયથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અને આખા સંસારરકાળ દરમ્યાન પાંચ જ વખત આવે છે. એક ભવ દરમ્યાન બે વખત જ આવી શકે છે. ૨) ક્ષયોપશમ સમકિત - દર્શન સપ્તકમાંથી ઉદયમાં આવેલાનો ક્ષય કરે ને અનુદયનો ઉપશમ કરે એવી અવસ્થા ક્ષયોપશમ સમકિતની હોય છે. આ સમકિત જઘન્યા અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છાસઠ સાગરોપમ ઝઝેરૂં સુધી રહે છે. તે સમકિત સંસારકાળ દરમ્યાન અસંખ્યાતીવાર આવે છે. ૩) લાયક - સમકિત દર્શન સપ્તકનો જડમૂળમાંથી ક્ષય થઈ જવાથી લાયક સમકિતની પ્રાપ્તિ થાય છે. આ સમકિત આવ્યા પછી જતું નથી તેની સ્થિતિ સાદિ અનંત છે. આ