________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૨૫
દૃષ્ટિ
જૈનદર્શનમાં દૃષ્ટિનું અદકેરૂ મહત્ત્વ છે. દૃષ્ટિ કેવી છે એના પર જ આત્માનો પુરૂષાર્થ સાર્થક થશે કે નિરર્થક એનો ખ્યાલ આવે છે.
દૃષ્ટિ = દૃશ્ ધાતુ પરથી દૃષ્ટિ શબ્દ બન્યો છે. જેના મુખ્યત્વે જોવું, અવલોકન, જ્ઞાન, સમજણ, માન્યતા, મત, અભિપ્રાય, પક્ષ, દર્શન વગેરે અર્થ થાય છે. ‘ભગવદ્ ગોમંડળ’માં એના ૩૧ અર્થ બતાવ્યા છે.
જૈનદર્શન અનુસાર દૃષ્ટિ એટલે માન્યતા, આત્માનો અભિપ્રાય, સમજણ, શ્રધ્ધા એ અર્થ વધારે યોગ્ય છે. અનાદિકાલીન જીવ પાસે એકેન્દ્રિયપણામાં માત્ર એક જ દૃષ્ટિ હોય છે તે મિથ્યાદૃષ્ટિ હોય છે. જેમાં બિલકુલ જાણપણું હોતું નથી. જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિયમાં આવે છે ત્યારે જો એને યોગ્ય સમજણ પ્રાપ્ત થાય તો સમ્યક્દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. એ સમજણથી દ્યૂત થાય તો પાછો મિશ્રદૃષ્ટિ કે મિથ્યાદૃષ્ટિમાં જતો રહે છે. પણ એક વખત પણ સાચી સમજણ પ્રાપ્ત થાય તો દેશેઊણા અર્ધપુદ્ગલ પરાવર્તનકાળથી વધારે સમય સંસારમાં રહેતો નથી અર્થાત્ વઘારેમાં વધારે એટલા સમય પછી મોક્ષને પ્રાપ્ત કરે છે. આમ દૃષ્ટિ એટલે સમજણ એ અર્થ વધુ બંધબેસતો છે. દૃષ્ટિનું બીજું નામ દર્શન પણ છે.
દૃષ્ટિ ત્રણ પ્રકારની છે. સમ્યક્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ અને મિશ્રદૃષ્ટિ. (૧) સમ્યક્દૃષ્ટિ -
‘શ્રી પન્નવણા સૂત્ર’માં કહ્યું છે કે જેની દૃષ્ટિ સમ્યક્ અર્થાત્ યથાર્થ છે, વિપરીત નથી તે જીવને સમ્યક્દૃષ્ટિ કહેવાય છે. (પન્નવણા સૂત્ર - પદ -૧૮ સૂત્ર ૯) સમ્યક્ દૃષ્ટિ જીવને સમકિતી અને સમ્યક્ત્ત્વી પણ કહેવાય છે.
કર્મગ્રંથ અનુસાર જીવાદિ નવ તત્ત્વોની જેના વડે શ્રદ્ધા કરાય છે તે તત્ત્વોની રૂચિ સ્વરૂપ આત્મપરિણામોને સમ્યક્ત્ત્વ કહેવાય છે.
(કર્મગ્રંથ - ૧ ધીરજલાલ મહેતા પૃ. ૮૨) તત્ત્વાર્થ સૂત્રમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્શનમ્' માં પણ એ જ ભાવ છે. (તત્ત્વાર્થ સૂત્ર પંડિત સુખલાલ પૃ. ૮)
તત્ત્વોની શ્રદ્ધા એટલે કે દાખલા તરીકે - જીવતત્ત્વ માટે એમ વિચારવું, સમજવું કે આ દેહમાં અસંખ્યાત પ્રદેશાત્મક જીવ છે. દેહમાં હોવા છતાં દેહથી ભિન્ન પદાર્થ છે. ચૈતન્ય એ તેનું લક્ષણ છે. મિથ્યાત્ત્વાદિ હેતુઓને લીધે કર્મનો કર્તા છે અને પૂર્વબદ્ધ કર્મોનો ભોક્તા છે. આયુષ્યાદિ કર્મોને લીધે એક ભવમાંથી બીજા ભવમાં આવન જાવન કરનાર છે. પૂર્વભવ - પુનર્ભવવાળો છે. દ્રવ્ય - ગુણ - પર્યાયવાળો છે. દ્રવ્યથી તે અનાદિ અનંત નિત્ય છે. ગુણોથી જ્ઞાનાદિ ગુણોવાળો છે. પર્યાયથી દેવ - મનુષ્યાદિ પર્યાયો પામવાવાળો છે. અને તેથી અનિત્ય પણ છે. ઇત્યાદિ જીવનું સ્વરૂપ જેવું છે
-