SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪. શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાસ્વાદન સમક્તિ હોય તો બે જ્ઞાનના ઉપયોગ હોઈ શકે એટલે સંમૂચ્છિમ તિર્યંચના અપર્યાપ્તામાં છ ઉપયોગ અને પર્યાપ્તામાં નિયમા મિથ્યાત્વી હોવાથી ચાર ઉપયોગ હોય. જો કે કવિએ ચારનો જ ઉલ્લેખ કર્યો છે. નારકીમાં ઉપયોગ - ૨૬૭ .. નવ અપ્પોગ તણો તિ જણા ૨૬૮ દેવ નારકી નિં ત્રિજંચ નવઈ અપ્પોગનો તેહનિ સંચ, મતિ શ્રુતિ ત્રીજૂ અવધિજ્ઞાન, એ હ જ વલી ત્રણે અજ્ઞાન. ૨૬૯ ત્રણ દરસણ વલી તેહનિ હોય ચલૂ અચશ્ન અવધ્ય જોય. નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ. નારકીમાં પણ દેવની માફક નવ ઉપયોગ જાણવા. તે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાના અને ત્રણ દર્શન એમ નવ ઉપયોગ થાય. જીવવિચારમાં ઉપયોગનું જાણપણું શા માટે ? ઉપયોગનું જાણપણું હોવું અત્યંત જરૂરી છે કારણ કે ઉપયોગને જીવનું લક્ષણ મનાય છે. આત્મા (જીવ) લક્ષ્ય - શેય છે અને ઉપયોગ એનું લક્ષણ છે. જગતા અનેક જડ અને ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોય તો ઉપયોગ દ્વારા થઈ શકે છે કારણ કે તરતમભાવથી ઉપયોગી બધા આત્મામાં અવશ્ય મળી આવે છે. જયારે જડમાં તે બિલકુલ હોતો નથી. આત્મામાં અનંત ગુણપર્યાય હોવા છતાં ઉપયોગ સ્વપરપ્રકાશરૂપ હોવાને કારણે પોતાનું તથા ઉત્તર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે છે માટે એ બધી પર્યાયોમાં મુખ્ય છે. આત્મા જે કાંઈ અતિ - નાસ્તિ જાણે છે, સુખદુઃખનો અનુભવ કરે છે એ ઉપયોગને કારણે જ. આમ ઉપયોગ આત્મબોધનું મુખ્ય લક્ષણ હોવાને કારણે એનું જાણપણું જરૂરી છે. જીવના પ૬૩ ભેદમાં ઉપયોગ. નારકી | તિર્યંચ | મનુષ્ય દેવ | કુલ | મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ૧૬૨ ૨૮૩ અવધિજ્ઞાન ૧૬૨ ૨૧૦ મન:પર્યવજ્ઞાન કેવળજ્ઞાન , ૧૫ મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન ૩૦૩ પપ૩ વિર્ભાગજ્ઞાના ૧૫ ૧૮૮ ૨૨૨ ચક્ષુદર્શન ૩૦૩ ૧૯૮ પ૩૭ અચક્ષુદર્શન ૩૦૩ ૧૯૮ પ૬૩ અવધિદર્શન ૩૦ ૧૯૮ ૨૪૭ કેવળ દર્શના ૧પ مااه ° ૨ ૨ ૨ ૨ ૨ ° છે છે ૧૫
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy