________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૨૩ એ દરિસણ જો ભાખ્યા ચ્યાર, મલી અપ્પોગ હુઆ ત્યાંહા બાર. પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ બાર ઉપયોગ છે. દેવ, નારકી, તિર્યંચને ૯ ઉપયોગ હોય. બાર ઉપયોગમાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શન તે ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. એમ ૧૨ ઉપયોગ થયા.
દેવગતિમાં ઉપયોગ નવ હોય તે ત્રણ જ્ઞાન - મતિ, મૃત અને અવધિજ્ઞાન. ત્રણ અજ્ઞાન - મતિ, મૃત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ત્રણ દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ નવ ઉપયોગ હોય. એક જીવ આશ્રી છ ઉપયોગ હોય. સમકિતી દેવને ત્રણ જ્ઞાનના ઉપયોગ હોય અને મિથ્યાત્વી દેવને ત્રણ અજ્ઞાનના ઉપયોગ હોય. જો કે કવિ ઋષભદાસે દેવના ઉપયોગ ગાથામાં બતાવ્યા નથી. મનુષ્યમાં ઉપયોગ - ૧૫૧ બાર અપ્પોગ એહનિ કહઈવાય...
મનુષ્યમાં બાર ઉપયોગ પૂર્વે કહ્યા તે હોય. મનુષ્યમાં મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાના ને ત્રણ દર્શન હોય, જ્યારે સમકિતીને પાંચ જ્ઞાન અને ચાર દર્શન એમ નવ ઉપયોગ હોય. એક જીવ આશ્રી સમકિતીને ઓછામાં ઓછા બે ઉપયોગ તે કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોય અને વધારેમાં વધારે ત્રણ દર્શન કેવળદર્શન સિવાયના અને ચાર જ્ઞાન કેવળજ્ઞાન સિવાયના એમ સાત ઉપયોગ હોય.
અસંખ્યાતા વર્ષના સંજ્ઞી મનુષ્યને છ ઉપયોગ હોય તે બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન - ચક્ષુ - અચકું એમ છ હોય. એમાં પણ એક જીવ આશ્રી સમ્યત્વીને મતિ - શ્રુતજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય. તેમ જ મિથ્યાત્વીને મતિ - શ્રુત અજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય.
સંમૂચ્છિક મનુષ્ય નિયમા મિથ્યાત્વી હોય તેથી તેને બે અજ્ઞાન અને બે દર્શન મળીને ચાર ઉપયોગ હોય. તે ૧૮પમી ગાથામાં બતાવ્યું છે. ૧૮૫ અપ્પોગ કહ્યા તસ ચ્યાર. નવ અપ્પોગ ત્રીજંચ નિ હોય. તિર્યંચમાં ઉપયોગ - ૧૯૬ મતિ શ્રત ત્રીજૂ અવધ્યજ્ઞાન, અહ જ વલી ત્રણે અજ્ઞાન,
દરસણ ત્રર્ણિ વલી તેહનઈ હોઈ, ચશ્ન અચશ્ન અવધ્ય હોય. - તિર્યંચ ગર્ભજ પંચેન્દ્રિયમાં નવ ઉપયોગ હોય. એમાં પણ સમકિતી જીવને છ ઉપયોગ ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન અને મિથ્યાત્વીને ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન એમ છ ઉપયોગ હોય. અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન ભજનાએ હોય. (હોય અથવા ન હોય.) સંમૂર્છાિમ તિર્યંચમાં ઉપયોગ - ૨૦૨ ચ્યાર અપ્પોગ ત્રિજંચનિ હોય, ચશ્ન અચશ્ન તુ પણિ જોય, મત્ય અજ્ઞાન નિં શ્રુત અજ્ઞાન, અપ્યોગ ચ્યારતણુ કઈમાંન.
અસંજ્ઞી તિર્યંચમાં ચક્ષુ, અચસુદર્શન અને મતિઅજ્ઞાન ને શ્રુતઅજ્ઞાન એમ ચાર ઉપયોગ બતાવ્યા છે. અસલી તિર્યંચ પંચેન્દ્રિયમાં પણ અપર્યાપ્ત અવસ્થામાં