________________
૩૨૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત એટલે પ્રથમ સામાન્ય બોધ થાય પછી વિશેષનો બોધ થાય છે જયારે કેવળી ભગવંતોને પ્રથમ જ્ઞાન થાય પછી દર્શનનો ઉપયોગ હોય છે.
ઉપયોગ આત્માનું લક્ષણ હોવાથી સ્વપર વસ્તુનો બોધ થવારૂપ છે. પરંતુ એનાથી થતાં બોધમાં રાગ અને દ્વેષ થવાથી આત્મહાની થાય છે. કર્મબંધન થાય છે. જેટલા રાગ - દ્વેષ ઓછા એટલાં કર્મબંધ ઓછા થાય.
પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનરૂપ ઉપયોગમાંથી કોને કેટલા ઉપયોગ હોય એનું ‘જીવવિચાર રાસ’માં પ્રતિપાદન થયું છે. એકેન્દ્રિય ઃ ૭૩ અપ્પોગ ત્રણિ એકંદ્રી તણઈ, વ્યવરી સોય જિનશવર ભણઈ. ૭૪ અચક્ષુ દરસણ અપ્પોગમાન, સુત્ત અજ્ઞાન નિં મતિ અજ્ઞાન, એકેન્દ્રિય જીવોમાં ચાર દર્શનમાંથી એક જ અચક્ષુદર્શન હોય અને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બે અજ્ઞાન મળીને ત્રણ ઉપયોગ હોય. નિગોદના જીવને સંકડામણને જાણવાનો અનુભવવાનો, સ્વભાવ જ્ઞાન - દર્શન ને કારણે હોય છે. બેઈન્દ્રિયમાં ઃ : ૯૫... પાંચ અપ્પોગહ કહીઈ, અચક્ષુ દરસણ, મતિ અગ્યનાન્દ, સુત અજ્ઞાન સુ લહીઈ હો....
૯૬ મત્તિહઃ જ્ઞાન નિં સુતહ જ્ઞાનહ, અપ્પોગ પંચ હોય...
બેઈન્દ્રિયમાં પાંચ ઉપયોગ હોય અચક્ષુદર્શન, મતિ - શ્રુત જ્ઞાન અને મતિ - શ્રુત અજ્ઞાન એમ પાંચ હોય.
....
બેઈન્દ્રિયના અપર્યાપ્તામાં પાંચ ઉપયોગ હોય એ પર્યાપ્તામાં ત્રણ ઉપયોગ હોય. બેઈન્દ્રિયના અપર્યાપ્તામાં જે જી; સાસ્વાદન સમક્તિ લઈને આવ્યો હોય એને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. અને મિથ્યાત્ત્વીને મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હોય અને અચક્ષુદર્શન મળીને પાંચ ઉપયોગ થાય. સાસ્વાદન સમકિત છ આવલિકા સુધી જ હોય પછી અવશ્ય મિથ્યાત્ત્વી થઈ જાય એટલે ત્યાર પછી જ્ઞાનનો ઉપયોગ ન હોય. એક જીવ આશ્રી ત્રણ ઉપયોગ હોય જો તે જીવ સમકિતી હોય તો બે જ્ઞાન અને એક દર્શન અને મિથ્યાત્ત્વી હોય તો એક દર્શન અને બે અજ્ઞાન હોય.
તેઈંદ્રિય - ૧૦૩ પાંચ અપ્પોગ પરમેશ્વર ભણઈ. તેઈન્દ્રિયમાં બેઈન્દ્રિયની જેમ જ પાંચ ઉપયોગ હોય. ચોરેન્દ્રિય - ૧૧૪ ... અપ્પોગ ષટ વલી, ચલૂ દરસણ તસ વધ્યું તે. એ...
ચૌરેન્દ્રિયમાં છ ઉપયોગ હોય ઉપર કરતાં એક ચક્ષુઈન્દ્રિય વધવાને કારણે એક ચક્ષુદર્શન વધ્યું.
૧૨૪
પંચેન્દ્રિય - ૧૨૩ ... હવઈ કહું અપ્પોગ વીચાર, ગર્ભુિજ માણસનિ હુઈ બાર, પાંચ જ્ઞાન નિં ત્રણિ અજ્ઞાન, મતિઃ શ્રૂત ત્રીજું વીંભગ જ્ઞાન, વલી તસ ભાખ્યા દરીસણ ચ્યાર, ચક્ષુ અચક્ષુ ભેદ વિચાર અવધ્ય દરિસણ તે ત્રીજું હોય, ચઉથૂ કેવલ દરીસણ જોય,
૧૨૫