________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૨૧ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. ૨) અનાકાર ઉપયોગ -
દર્શન ઉપયોગ. અન્ + આકાર = આકાર રહિતનું. અનાકાર એટલે નિશ્ચિત ના થયેલું, નિર્મીત ન થયેલું, સ્પષ્ટ ન થયેલું, વ્યકત ન થયેલું. જે પૃથ્થકરણ ન કરી શકે, એક પદાર્થથી બીજાને જુદો ન પાડી શકે, વસ્તુના સામાન્ય ધર્મ અર્થાત્ સત્તામાત્રને જ જાણે તે અનાકાર કહેવાય છે. તેના ચાર ભેદ છે તે ચાર દર્શન.
ઉપયોગ બધા જીવોમાં હોય છે પછી તે સિદ્ધ હોય કે સંસારી. ઉપયોગ વગરનો. એક પણ જીવ હોતો જ નથી. એની માત્રામાં ફરક હોઈ શકે.
અપર્યાપ્તા સૂક્ષ્મનિગોદના જીવની અલ્પમાં અલ્પ જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રાઓનો સમાવેશ મતિ - શ્રત - અવધિ મન:પર્યવ અને કેવળ એમ પાંચ સંજ્ઞાયુક્ત વિભાગમાં જ કરવામાં આવ્યો છે. આમાં સમ્યફફ્તી જીવોની મતિ - શ્રુત અને અવધિસ્વરૂપ લબ્ધિને જ્ઞાન લબ્ધિ કહેવાય છે. પરંતુ મિથ્યાત્વી જીવોની તે ત્રણેય લબ્ધિને અજ્ઞાન કહેવાય છે. એમ આઠ ઉપયોગ જ્ઞાનના છે.
એવી જ રીતે દર્શન પણ નિગોદથી માંડીને કેવળીમાં સમજવું. તેની ચાર લબ્ધિ છે. ચક્ષુ - અચક્ષુ - અવધિ અને કેવળદર્શન. એ ચાર ઉપયોગ દર્શનના છે.
કુલ ૧૨ ઉપયોગ છે.
એક સમયે એક જીવને એક જ જ્ઞેયવસ્તુ કે વિષય પ્રત્યેનો ઉપયોગ હોઈ શકે છે. એક સાથે બે વસ્તુમાં આપણો ઉપયોગ રહી શકતો નથી. તેમ જ કોઈપણ જીવ કોઈપણ કાળે ઉપયોગ રહિત તો હોઈ શકે જ નહિ. વિષયાંતર થાય તો પણ ઉપયોગનું અસ્તિત્વ તો પ્રત્યેક સમયે જીવમાં વર્તતું જ રહે છે.
અમુક શેય પદાર્થને અનુસરી વર્તતો ઉપયોગ જયારે અન્ય જ્ઞેયપદાર્થના વિષયગ્રહણમાં પ્રવર્તે છે, ત્યારે એક ઉપયોગ વિનષ્ટ થાય છે અને બીજો ઉપયોગ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પરિવર્તન પામતા પ્રત્યેક ક્ષણના ઉપયોગ પ્રવર્તનમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ (કવળીને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય) એ તેને અનુકુળ નિમિત્તોનો સભાવ હોવો જોઈએ.આમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તે ઉપાદાન કે આત્યંતર કારણ છે અને વસ્તુનો ઇંદ્રિય સાથે સંયોગ - સન્નિકર્ષ ઈત્યાદિ બાહ્યકારણ કે નિમિત્તકારણ છે. દા.ત. સ્પર્શાદિક પદાર્થોનું ગ્રહણ કરતાં મન વિચારે ચઢે. નિમિત્ત કારણમાં અવધિ અને મન:પર્યવજ્ઞાનીને ઈન્દ્રિયો સાથે વસ્તુ સંયોગની જરૂર રહેતી નથી. વસ્તુ સંયોગ વિના પણ રૂપી પદાર્થને શેયરૂપે નિમિત્તપણે પ્રવર્તાવી શકે છે. કેવળી ભગવંત તો રૂપી અને અરૂપી એમ બંને પ્રકારના ડ્રેય પદાર્થોની ત્રિકાલિક પર્યાયોને નિમિત્તપણે પ્રવર્તાવે છે.
છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનનો ઉપયોગ હોય પછી જ્ઞાનનો ઉપયોગ હોય છે