________________
૩૨૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૨) જીવનો જે ભાગ વસ્તુને ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહે છે. (પંચસંગ્રહ - પ્રા./૧/૧૭૮ વઘુગિમિતો... જીવોનો) ૩) જે અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના નિમિત્તોથી થાયછે અને ચૈતન્યના અન્વયી છે અર્થાત્ ચૈતન્ય સિવાય અન્યત્ર નથી હોતા એ પરિણામ ઉપયોગ કહેવાય (સંર્વાર્થસિદ્ધિ ૩મયનિમિત્ત...૩પયોગઃ - ૨/૮/૧૬૩/૩)
છે.
૪) જેના સંનિધાનથી આત્મા દ્રવ્યેન્દ્રિયોની રચના તરફ વ્યાપાર કરે છે એવા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહે છે અને તે લબ્ધિના અવલંબનથી ઉત્પન્ન થવાવાળા આત્માના પરિણામને ઉપયોગ કહે છે. (રાજવાર્તિક - ૨/૧૮/૧૨/૧૩૦/૨૪ યત્ન... વિશ્યતે।) પ્રાણિધાન, ઉપયોગ અને પરિણામ આ બધા એકાર્થવાચી છે.
૫) સ્વ અને પરને ગ્રહણ કરવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. (સ્વવરગ્રહણ રિનામઃ ૩૫યોન] - ધ ૨/૧૮/૧-૧/૪૧૩/૬) ૬) આત્માના ચૈતન્યાનુવિધાસી પરિણામને ઉપયોગ કહે છે. જે ચૈતન્યની આજ્ઞા અનુસાર ચાલે છે કે એના અન્વયરૂપથી પરિણમન કરે છે. અથવા પદાર્થ પરિચ્છિત્તિના સમયે ‘આ ઘટ છે’ ‘આ પટ છે” એ રીતે અર્થ ગ્રહણરૂપથી વ્યાપાર કરે છે તે ચૈતન્યનો અનુવિધાયી છે. તે બે પ્રકારના છે.
(પંચસંગ્રહ - પ્રા./૧/૧૭૮ વઘુિિમતો... વોનો) ૭) ઉપ એટલે સમીપ અને યોગ એટલે જ્ઞાનદર્શનનું પ્રવર્તન. અર્થાત્ જેના વડે આત્મા, જ્ઞાનદર્શનનું પ્રવર્તન કરવાની અભિમુખતાવાળો થાય એવો જ ચેતના વ્યાપાર તે, ઉપયોગ કહેવાય છે. (પંચાસ્તિકાય - તા. રૃ. ૪૦/૮૦/૧૨)
૮) ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ હોવાથી સામાન્યજનને ખ્યાલ આવતો નથી પરંતુ લૌકિક ભાષામાં જેને આપણે ધ્યાન - એકાગ્રતા - તન્મયતા - ચિત્ત ચોંટાડવું - લક્ષ રાખવું - ભાન રાખવું - ખ્યાલ રાખવો એ બધા શબ્દો ઉપયોગસૂચક છે. ટૂંકમાં જ્ઞાન - દર્શનની પ્રવૃત્તિ તેનું નામ ઉપયોગ એમ પૂર્વોક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય.
ઉપયોગના બે પ્રકાર છે સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. ૧) સાકાર ઉપયોગ -
જ્ઞાન - અજ્ઞાન ઉપયોગ સ + આકાર = આકાર સહિતનું સાકાર એટલે નિશ્ચિત થયેલું, નિર્ણીત થયેલું, વ્યક્ત થયેલું, સ્પષ્ટ થયેલું. અહીંયા ‘આકાર’ નો અર્થ આકૃતિ (લંબાઈ - પહોળાઈ - જાડાઈ) એમ થતો નથી પરંતુ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકારે જ્ઞાનમાં જણાય છે. જ્ઞેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનને ‘સાકાર’ કહેવાય છે. જે પૃથ્થકરણ કરી શકે, એક પદાર્થથી બીજાને જુદો પાડી શકે. નિયત પદાર્થ કે પદાર્થના વિશેષ ધર્મને ગ્રહણ કરે તે સાકાર કહેવાય. તેના આઠ ભેદ