SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર રાસ એક અધ્યયન ૩૧૯ ગ્રહણ કરવું તેને શાસ્ત્રોમાં દર્શન કહેલું છે. હાલનું માનસશાસ્ત્ર આ ક્રિયાને Percention કહે છે. સામાન્ય બોધ બાદ તેના રૂપ, રંગ, અવયવ, સ્થાન વગેરેનો સ્લેટ કે વિશેષ બોધ થાય તેને જ્ઞાન કહેવાય છે. - જ્ઞાન અને દર્શન એ તો જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી કે ક્ષયથી વર્તતી જીવની જ્ઞાનલબ્ધિ અને દર્શનલબ્ધિ છે. પણ પોતાની એ લબ્ધિને લબ્ધિવંત જીવ, જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ દ્વારા જયારે પ્રકાશિત કરે છે ત્યારે જ તે જ્ઞેય પદાર્થને જાણી - દેખી શકે છે. શક્તિ હોવા છતાં ઉપયોગ વિના પદાર્થને જાણી - દેખી શકાય જ નહિ. આ જ્ઞાન લબ્ધિ અને દર્શન લબ્ધિ વડે વર્તતા પ્રયત્નને જ ઉપયોગ કહેવાય છે. ઉપયોગ અને લબ્ધિમાં તફાવત - (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. જયારે એના નિમિત્તથી ઉત્પન્ન થવાવાળા પરિણામોને ઉપયોગ કહે છે. (૨) જીવને એક સમયમાં એક જ જ્ઞાનનો ઉપયોગ હોય છે પરંતુ લબ્ધિરૂપે એક સમયમાં અનેક જ્ઞાન હોઈ શકે. (કા. અ. મૂ - ૨૬૦) (૩) અહીં સંપૂર્ણ લબ્ધિ અને ઉપયોગમાં વિષમ વ્યાપ્તિ જ થાય છે. કારણ કે લબ્ધિના નાશથી નક્કી જ ઉપયોગનો નાશ થઈ જાય છે. જયારે ઉપયોગના અભાવથી લબ્ધિનો નાશ થાય અથવા ન પણ થાય. (૪) લબ્ધિ નિર્વિકલ્પ હોય છે. (૫. ધ -૩/૮૫૮) (૫) લબ્ધિ અને ઉપયોગમાં સમવ્યાપ્તિ ન હોવાથી કદાચિત આત્મ ઉપયોગમાં (ઉપલક્ષણથી અન્ય ઉપયોગોમાં પણ) તત્પર રહેવાવાળી ઉપયોગાત્મક જ્ઞાન ચેતના લબ્ધિરૂપ જ્ઞાન ચેતનાનો નાશ કરવા માટે સમર્થ નથી. (પ.ધ.-૩/૮૫૩) ઉપયોગનું સ્વરૂપ ચેતનાની પરિણતિ વિશેષને ઉપયોગ કહે છે. ચેતના સામાન્ય ગુણ છે. અને જ્ઞાન - દર્શન એ બે એની પર્યાય કે અવસ્થા છે. એને ઉપયોગ કહેવાય છે. (જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ પૃ. ૪૪૬) (આ લીલું છે આ પીળું છે. ઈત્યાદિ રૂપથી અર્થ ગ્રહણ કરવાનો વ્યાપાર ઉપયોગ છે.) ઉપયોગનું લક્ષણ ૧) “પયુ વસ્તુરિતાર્થે વ્યાપાતિ નીવડોનેતિ ના ૩પયોગી સાક્ટરોપથોરાની અનારોપયો વાય, તત્ર પોઝનમાવો.' અર્થાત્ - સાકારોપયોગ અને અનાકારોપયોગમાં ઉપયોજનને ઉપયોગ કહે છે, અથવા જે જીવને વસ્તુ પરિચ્છેદના માટે ઉપયુક્ત પ્રયુક્ત કરે છે તે ઉપયોગ છે. યુજ્જુ ધાતુને ઘમ્ પ્રત્યય થઈને ઉપયોગ પદ સિદ્ધ થયેલ છે.(પન્નવણાસૂત્ર ભાગ ૫, ૨૯ મું પદ) ઉપ = સાથે + યુજ્જ = જોડવું. આત્માની સાથે જ્ઞાન અને દર્શનની લબ્ધિનું જોડાણ. ચેતનાની પ્રવૃત્તિ એટલે ઉપયોગ. બોધ પ્રતિ વ્યાપાર તે ઉપયોગ.
SR No.022850
Book TitleJeev Vichar Ras Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorParvati Nenshi Khirani
PublisherSaurashtra Kesri Pranguru
Publication Year2013
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy