________________
૩૧૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ઉલ્લેખ નથી.
તિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજમાં : ૧૯૦
દરસણ ત્રણિ તેહનિ જ વખાણિ... સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં ત્રણ પ્રથમના દર્શન હોય.
સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિયમાં : ૨૦૦
નિં દરસણ દોય....
...
એમાં પણ ચક્ષુ અચક્ષુ બે જ દર્શન હોય.
દરસણ ત્રણિઅ છઈ તેણઈ ઠાર્ય ચક્ષુ અચક્ષુ અવધિ વીચાર્ય નારકીની અંદર ત્રણ દર્શન હોય ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન. દર્શનની ચિંતવના
નારકી : ૨૬૬
-
જ્ઞાન ગુણની જેમ દર્શન પણ આત્માનો ગુણ છે જે દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ કે ક્ષયથી પ્રાપ્ત થાય છે. પ્રથમના ત્રણ દર્શન ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે જ્યારે કેવળદર્શન દર્શનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષય થવા પર પ્રાપ્ત થાય છે. સિદ્ધ કે સંસારી કોઈ પણ જીવ દર્શન વગરનો હોતો જ નથી. પરંતુ એમાં શુદ્ધાશુદ્ધતાની તારતમ્યતા હોય છે. જેમ કે માટી સહિતનું સોનું. માટીમાં ભળેલા સોનાને જેમ શુદ્ધ કરવા અગ્નિની જરૂર પડે છે. એમ આત્મા પર લાગેલ દર્શનાવરણીય કર્મથી મલિન બનેલા દર્શનને તપરૂપ અગ્નિથી બાળીને કેવળદર્શન પ્રાપ્ત કરીને દર્શનનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી શકાય છે.
ઉપયોગ
ઉપયોગ એ જૈનશાસનનો પરિભાષિક શબ્દ છે. શાસ્ત્રીય દૃષ્ટિએ એનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. ઉપયોગ બે પ્રકારના છે. સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગ. ચેતના એ જીવનો મુખ્ય ગુણ છે જાણવું એ એક પ્રકારનો ચેતના વ્યાપાર છે એટલે તે ચેતનાયુક્ત દ્રવ્યમાં જ સંભવે. આવું ચેતનાયુક્ત દ્રવ્ય આત્મા છે. એટલે જાણવાની ક્રિયા આત્મામાં જ સંભવે છે. વસ્તુને સામાન્યરૂપે જાણવાની ચેતનશક્તિ તે દર્શન છે અને વિશેષરૂપે જાણવાની ચેતનશક્તિ તે જ્ઞાન છે. આ બંને પ્રકારની શક્તિનું અસ્તિત્ત્વ માત્ર આત્મદ્રવ્યમાં જ હોઈ શકે.
આ બંને પ્રકારની ચેતનાશક્તિ રહિત કોઈ પણ જીવ આ જગતમાં હોઈ શકે જ નહિ. કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે નિગોદમાં રહેલા જીવોમાં પણ અક્ષરનો અનંતમો ભાગ તો ઉઘાડો જ હોય છે. જો એ પણ આવરાય તો જડમાં અને ચેતનમાં કોઈ તફાવત રહે જ નહિ.
જ્ઞાન પ્રાપ્તિનું (વસ્તુસ્વરૂપ જાણવાનું) નિમિત્ત મળતાં આપણી ચેતના - શક્તિ દ્વારા આપણને ‘કંઈક’ એવો જ અસ્ફુટ કે સામાન્ય બોધ થાય તે દર્શન છે. जं सामान्नगहणं भावाणं ने य कटु आगारं । अविसेसि ऊण अत्ये, दंसणमिई वुच्चए समये ॥
અર્થાત્ - સ્ફુટ આકાર કર્યા વિના તથા અર્થની વિશેષતા વિના ભાવોનું જે