________________
જીવવિવિચાર રાસ એક અધ્યયન
૩૧૭
જીવ કોઈપણ વખતે, કોઈપણ સમયે ક્ષયોપશમ વગરનો હોતો નથી. ચેતના લક્ષણથી પ્રત્યેક સમયે ક્ષયોપશમમુક્ત હોવાથી પોતપોતાની કક્ષાનો સામાન્ય બોધ દરેક જીવને હોય છે વાટે વહેતા વખતે પણ (ઈન્દ્રિય લબ્ધિની અપેક્ષાએ) અચક્ષુદર્શન તો હોય જ છે. નિગોદના જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ ખુલ્લો એટલે કે મંદ ક્ષયોપશમ હોવાથી અચક્ષુદર્શન તો એને પણ હોય જ છે. જો દર્શન અદર્શન થઈ જાય તો જીવ મટીને અજીવ બની જાય. જીવની જીવંતતા જ નાશ પામે જે કદાપિ શક્ય જ નથી. માટે અદર્શન ન હોય.
મનઃપર્યવ જ્ઞાન છે તો મનઃપર્યવ દર્શન કેમ નહિ ?
મન:પર્યવજ્ઞાનીનો ઉપયોગ તથાપ્રકારના ક્ષયોપશમભાવથી પ્રથમથી જ ક્ષયોપશમની વિશાળતા વડે મનની પર્યાયોની વિશેષતા જાણવા તરફ જ લાગેલો હોય છે. મનની પર્યાયોની સામાન્યતાઓ જાણવા તરફ નથી લાગતો . મન પર્યાવજ્ઞાન પોતપોતાનામાં જ વિશેષ છે એટલે એની પૂર્વભૂમિકામાં સામાન્યની - દર્શનની જરૂર ન હોવાથી મનઃપર્યવદર્શન હોતું નથી.
શ્રાવક કવિ ઋષભદાસે ‘જીવવિચાર રાસ’માં આલેખેલું દર્શનનું સ્વરૂપ એકેન્દ્રિયમાં દર્શન ઃ ૭૩ દરસણ એક અચક્ષુણ હોય.
એકેન્દ્રિય જીવોને માત્ર એક અચક્ષુદર્શન હોય. એમને માત્ર એક સ્પર્શનેન્દ્રિય જ છે. આંખ નથી માટે એક જ અચક્ષુદર્શન હોય. બેઈન્દ્રિય - તેઈન્દ્રિય ઃ ૯૩ ... દરસણ એક અચક્ષુણ કહીઈ ૧૦૩ અચક્ષુ દરિસણ એહનિ હોય...
આ બંને ગાથા અનુસાર બેઈન્દ્રિય અને તેઈન્દ્રિયમાં એક અચક્ષુદર્શન જ હોય. ચક્ષુ નથી માટે ચક્ષુદર્શન ન હોય. અવધિદર્શન તો સંજ્ઞીને જ હોય અને કેવળદર્શન મનુષ્યને ૧૩ મે, ૧૪ મે ગુણસ્થાને હોય.
ચોરેન્દ્રિય ઃ ૧૧૧ દરીસણ દોય તસ હોય રે ચક્ષુ અચક્ષુ...
રે
...
ચૌરેન્દ્રિયમાં ચક્ષુ હોય છે તેથી ચક્ષુ અને અચક્ષુ બંને દર્શન હોય. પંચેન્દ્રિય : ૧૨૦ દરિસણ ચ્યાર વલી એહનિ હોય, ચસૢ અચક્ષુ દરણ જોય. અવધ્ય દરણ ત્રીજું લહું, કેવલ દરિસણ ચઉથૂ કહુ.
પંચેન્દ્રિયમાં ચારે દર્શન હોય.
દેવગતિમાં ગાથામાં દર્શન બતાવ્યા નથી પરંતુ દેવને પ્રથમના ત્રણ દર્શન હોય. મનુષ્યઃ ૧૪૮ દરસણ ચ્યાર માનવનિં કહું... મનુષ્યમાં ચાર દર્શન હોય.
સંમૂર્ચ્છિમ મનુષ્યમાં બે દર્શન હોય. ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન.
૧૮૪ દરસણ તસ ભાખ્યા દોય, ચક્ષુ અચક્ષુ તે જોય...
જુગલ મનુષ્યમાં પણ ચક્ષુ - અચક્ષુ એ બે દર્શન હોય પણ અહીં એનો ક્યાંય