________________
૩૧૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત (૨૫ બોલ થોકડાના અર્થ - ભાવાર્થ, ધારણા ભાવ સંપાદક ચંદ્રકાંતભાઈy. AL ૩૫)
ઈન્દ્રિયોની અપેક્ષા વિના માત્ર રૂપી દ્રવ્ય વિષયક, તે પણ ક્ષેત્ર કાલાદિની મર્યાદાવાળો જે સામાન્ય અવબોધ તે અવધિદર્શન. (કર્મગ્રંથ ભાગ - ૧ પૃ. ૭૧)
અવધિદર્શનથી થતાં સામાન્ય બોધ માટે ઈંદ્રિયોની જરૂર પડતી નથી. વિશિષ્ટ ક્ષયપક્ષમ થવાથી અવધિદર્શનનો સીધો સંબંધ આત્મા સાથે થઈ જાય છે. તેથી તેને ‘પ્રત્યક્ષ દર્શન કહેવાય છે. ૪) કેવળદન - કેવળ = અમર્યાદિત, સંપૂર્ણ લોકાલોકને, રૂપી - અરૂપીને જોવા - જાણવાનું નિરાવરણ માધ્યમ દર્શન = સામાન્ય બોધ.
કેવળદર્શનાવરણીય કર્મના ક્ષયથી (ક્ષયોપશમથી થતો નથી) સમસ્ત રૂપી અરૂપી પદાર્થોને સામાન્ય પ્રકારથી જોવા - જાણવાવાળા પરિપૂર્ણ દર્શનને કેવળદર્શન’ કહેવાય છે. | સર્વ વસ્તુઓના સામાન્ય ધર્મને જાણનારૂં જે દર્શન તે કેવળદર્શન. કેવળજ્ઞાના અને કેવળદર્શન લબ્ધિરૂપે સાથે ઉત્પન્ન થાય છે અને ઉપયોગરૂપે સમયાંતર હોય છે. પ્રથમ સમયે કેવળજ્ઞાન, બીજા સમયે કેવળદર્શન હોય છે.
કેવળજ્ઞાનીને કેવળદર્શન શા માટે ? સંસારના તમામ પદાર્થોમાં બે જાતના ધર્મ છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. પદાર્થોમાં ધર્મ બે પ્રકારના હોવાથી તે ધર્મોને જાણવાની આત્માની શક્તિ પણ બે પ્રકારની કહેવાય છે. સામાન્ય ધર્મને જાણવાની શક્તિ ‘દર્શન’ અને વિશેષ ધર્મને જાણવાની શક્તિ “જ્ઞાન” કહેવાય છે. વસ્તુમાં રહેલા ધર્મોની દ્વિવિધતાને લીધે તેને જાણવાની આત્માની શક્તિ પણ દ્વિવિધ છે. તેથી જ કેવળી ભગવંતને પ્રથમ સમયે કેવળજ્ઞાન હોવા છતાં બીજા સમયે કેવળદર્શન હોય છે. કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થોના સર્વ વિશેષ ધર્મને જાણે દેખે છે અને કેવળદર્શનમાં સર્વ પદાર્થોના સર્વ સામાન્ય ધર્મને જાણે દેખે છે. ચાર દર્શનીનો અલ્પબદુત્ત્વ -
સર્વથી થોડા અવધિદર્શની ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિય જ હોય (અસંખ્યાતા), તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગણા, (તેમાં ચોરેન્દ્રિય - અસંજ્ઞી પંચેન્દ્રિય ભળ્યા તે માટે). તેથી કેવળદર્શની અનંતગણા, (તે અનંતા સિદ્ધ આશ્રી) તેથી અચક્ષુદર્શની અનંતગણા, સર્વ છદ્મસ્થ જીવને અચસુદર્શન છે અને સર્વ છદ્મસ્થ જીવો સિદ્ધ કરતા અનંતગુણા અધિક છે તે માટે. જ્ઞાન - અજ્ઞાન હોય પરંતુ દર્શન - અદર્શન ન હોય !!
જ્ઞાન એ નિશ્ચિત થયેલો બોધ છે, જયારે દર્શન એ બોધ સુધી પહોંચવા માટેનું માધ્યમ - પગથિયું છે. નિર્ણત થયેલ બોધ જ્ઞાન સહિતનો કે અજ્ઞાન સહિતનો હોઈ શકે પરંતુ અનિર્મીત અવસ્થાવાળું દર્શન ‘અદર્શન’ ન હોય.