________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૧૫ ચક્ષુદર્શન છે.
ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચક્ષુ દ્વારા થતો જીવ - અજીવ આદિનો સંયોગ અને એનાથી થતો સામાન્ય બોધ તે ‘ચક્ષુદર્શન.' આ બધાનું તાત્પર્ય એ જ છે કે જે ચક્ષુઈન્દ્રિય જ્ઞાનથી પૂર્વે સામાન્ય અંશનો અનુભવ થાય છે. જે ચક્ષુજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તભૂત છે તે ચક્ષુદર્શન છે. ૨) અચલુદર્શન - અચક્ષુ- ચક્ષુ સિવાયનું આલેખવાનું માધ્યમ, દર્શન = સામાન્ય બોધ. અચક્ષ દર્શનનો સંબંધ ચક્ષને છોડીને શેષ ચાર ઈંદ્રિય અને મન સાથે છે. અચસુદર્શનવરણીય કર્મના ક્ષયોપશમથી તથા સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય એ ચાર ઈંદ્રિયો અને મનના અવલંબનથી જે મૂર્ત અને અમૂર્ત દ્રવ્યોનો અંશરૂપ સામાન્ય બોધ થાય છે તે અચક્ષુદર્શન કહેવાય છે.
અચક્ષુદર્શન દ્વારા જ્ઞાન - અજ્ઞાનની ભૂમિકામાં જવાય છે. અચસુદર્શન આત્મામાં દરેક પદાર્થની પરિસ્થિતિની, ઘટનાની સામાન્ય જાણકારી (દર્શન) ને પોતપોતાની ક્ષમતા પ્રમાણે “સંગ્રહ કરી લે છે. સ્થાપિત કરી લે છે. દર્શનાત્મામાં કાર્મણ શરીર દ્વારા એ સંસ્કાર જામી જાય છે, ઘટ્ટ બને છે. અચક્ષુદર્શનને અનુયોગદ્વારમાં ‘આત્મભાવ” કહેલ છે.
અહીં એક પ્રશ્ન થાય કે ચક્ષ દર્શનને અન્ય ઈંદ્રિયોથી અલગ કેમ રાખવામાં
આવ્યું છે?
જો કે ચક્ષુદર્શન પણ સામાન્ય અવબોધ જ છે પરંતુ ચક્ષુનું અન્ય ઈંદ્રિયોથી વૈશિસ્ય છે એટલે અન્ય ઈંદ્રિયોથી ચક્ષુદર્શનનું સ્વતંત્ર કથન કરાયું છે.
આચાર્ય શ્રી વીરસેને ચક્ષુદર્શનની જેમ અન્ય ઈદ્રિયોનું દર્શન અલગથી ના કરવાનું કારણ એમની પરસ્પરની નિકટતા બતાવ્યું છે. આંખ સિવાયની બધી ઈંદ્રિયો પોતાના વિષય સાથે જોડાઈને જ એમના સામાન્ય સરખો (સા) વિશેષ અવબોધ કરે છે. આ પ્રત્યાસતિને કારણે જ એમને એક સાથે અચસુદર્શનમાં ગ્રહણ કરાઈ છે.
આપણને પ્રશ્ન થાય કે ચક્ષુદર્શન છે તો શ્રોત્ર દર્શન, મનદર્શન આદિ કેમ નહિ?
લોક વ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હોવાથી, જલ્દી સમજાતું હોવાથી, તેના દ્વારા થતા સામાન્ય બોધને ચક્ષુદર્શન કહી, શેષ ઈંદ્રિયો તથા મન દ્વારા થતા સામાન્ય બોધને ભિન્ન ભિન્ન દર્શનરૂપે ન બતાવતા સંક્ષેપથી અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલ છે.
ચક્ષુ - અચક્ષુ બંને દર્શન ઈંદ્રિય અને મનજન્ય છે ઈંદ્રિયોની સહાયતાથી જ આ બંને દર્શન થઈ શકે છે. માટે બંનેને પરોક્ષ દર્શન કહી શકાય છે. ૩) અવધિદર્શન - અવધિ = મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોને જાણવા - દેખવાનું માધ્યમ દર્શન = સામાન્ય બોધ.
અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલ સમસ્ત રૂપી પદાર્થોનું અવધિદર્શન લબ્ધિ સંપન્ન જીવને સામાન્ય બોધ થાય તે “અવધિદર્શન.”