________________
૩૧૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વિવિધ આગમ - ગ્રંથોને આધારે દર્શનનું જ સ્વરૂપ પ્રગટે છે તે આ પ્રમાણે છે. ૧) છદ્મસ્થ માટે જ્ઞાનની પૂર્વભૂમિકા તે દર્શન. દર્શન વગર ક્યારે પણ જ્ઞાનમાં જઈ શકાય નહિ. ૨) અનિર્ણત અવસ્થામાં રહીને નિર્ણત અવસ્થા સુધી પહોંચાડે તે દર્શન. ) કોઈપણ પદાર્થને જાણવાની યોગ્યતા (લબ્ધિ) થતાં તે પદાર્થ તરફ સન્મુખતા, પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થો તરફથી ફરીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટ થાય તે'દર્શન. તે ઉત્સુકતા ચેતનામાં જથાય છે.
વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીની ચેતનાના વ્યાપારને ‘દર્શન ઉપયોગ” કહેવાય છે. ૪) વસ્તુ (અજીવ) કે વ્યક્તિ (જીવ) ના સ્વભાવ (આંતરિક) અને સ્વરૂપને (બાહ્ય) સામાન્ય રીતે (અનિર્મીત અવસ્થા) જાણવું તે ‘દર્શન’ અને વિશેષ રીતે (નિર્મીત અવસ્થા) જાણવું તે “જ્ઞાન.” દર્શનમાં સામાન્યની મુખ્યતા અને વિશેષની ગણતા, જ્યારે જ્ઞાનમાં વિશેષની મુખ્યતા અને સામાન્યની ગણતા હોય છે. એક દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ બંને હોવા છતાં પણ બંને કથંચિત્ (દશથી) અભેદ હોય છે. એટલે ફક્ત સામાન્ય ધર્મ અને ફક્ત વિશેષ ધર્મ એકલા ક્યારેય હોતા નથી એટલે વિશેષગુણના સામાન્યગુણને ગ્રહણ કરવું તે દર્શનગુણ કહેવાય છે. | દર્શનનો અર્થ છે એકતા અથવા અભેદનું જાણપણું. જ્ઞાનનો અર્થ છે અનેકતા અથવા ભેદનું જાણપણું. દર્શનનો સામાન્ય બોધ ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ કાર્યમાં નિવૃત્તિ કરાવનાર નથી. પ્રવૃત્તિ - નિવૃત્તિ વિશેષ બોધ જ્ઞાન ગુણથી જ થાય છે.
આપણને પ્રથમ ચક્ષુ - અચકું દર્શન થાય, પછી મતિ - શ્રુતજ્ઞાન થાય છે. આવૃત્ત જ્ઞાનની ક્ષમતા ઓછી હોવાથી છદ્મસ્થને એના દ્વારા પ્રથમ દ્રવ્યના સામાન્યરૂપ (દર્શન)ની જાણકારી પછી દ્રવ્યના વિભિન્ન પરિવર્તન (જ્ઞાન) અને એની ક્ષમતા જાણી. શકાય છે. અનાવૃત્ત (કેવળ) જ્ઞાનની ક્ષમતા અસીમ હોવાથી એના દ્વારા પ્રથમ દ્રવ્યના પરિવર્તન અને એની ક્ષમતા (કવળજ્ઞાન) જાણી શકાય છે. પછી દ્રવ્યના સામાન્યરૂપ (દર્શન)ની જાણકારી થાય છે.
અનાકાર દર્શનના ચાર પ્રકાર છે. ૧) ચક્ષુદર્શન - ચક્ષુ = જોવાનું માધ્યમ, આંખ, દર્શન = સામાન્ય બોધ. ચક્ષુદર્શન શબ્દમાં ચક્ષુનો અર્થ દષ્ટિ - નયન - નેત્ર એવો જાણવો, એટલે ચક્ષુઈન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન.
પંચાસ્તિકાયની તત્ત્વપ્રદીપિકા વૃત્તિમાં ચક્ષુદર્શનને પરિભાષિત કરતાં વૃતિકારે લખ્યું છે કે ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી તથા ચક્ષુઈન્દ્રિયના આલંબનથી. જે મૂર્ત દ્રવ્યોનો અંશરૂપમાં સામાન્ય અવબોધ થાય છે તે ચક્ષુદર્શન છે.
ધવલાકારના મતે જે ચક્ષુને જુએ છે અથવા ચક્ષુ દ્વારા જોવામાં આવે છે તે