________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૧૩ છે. જેનું વિવેચન નીચે મુજબ છે. ૧) દ્રવ્ય પદાર્થમાં રહેલા સામાન્ય ધર્મનો બોધ પમાડે તે દર્શન. ૨) સ્વરૂપ, જાતિ, ગુણ, ક્રિયા આદિ વિશેષોથી રહિત માત્ર અસ્તિત્ત્વ સામાન્યને જણાવવાવાળો બોધ દર્શન છે. ૩) દર્શનનો શાબ્દિક અર્થ જાવું છે. એ દશુ ધાતુની સાથે ઘૂટુ પ્રત્યયના યોગથી. નિષ્પન્ન થાય છે. ૪) પૂજ્યપાદ અકલંક આદિ આચાર્યોએ દર્શન પદનો વ્યુત્પતિપૂર્વક અર્થ કરતાં કહ્યું છે કે “જે જુએ છે, જેના દ્વારા જોવાય છે તે દર્શન છે. જોવું માત્ર દર્શન છે.” ૫) એ જ રીતે આત્મસાક્ષાત્કાર તેમ જ પરંપરા વિશેષના અર્થમાં પણ દર્શન શબ્દનો પ્રયોગ થાય છે. ૬) જેન પરંપરામાં દર્શન શબ્દનો પ્રયોગ મુખ્યત્વે બે અર્થમાં કરાયો છે. સામાન્ય અવબોધ, દર્શનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી થાય. તેમ જ તત્ત્વાર્થ શ્રધ્ધા. મોહનીસકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થાય. ૭) વસ્તુના નિર્વિશેષણ સ્વરૂપના બોધને દર્શન કહેવાય છે. ૮) આચાર્ય સિદ્ધસેને લખ્યું છે કે “સામUUgUiઢસન’ સામાન્યને ગ્રહણ કરે તે દર્શન છે. ૯) પંચસંગ્રહકારના મતે સામાન્ય - વિશેષાત્મક પદાર્થોમાં અકાર વિશેષને ગ્રહણ ન કરતાં જે સામાન્ય અંશનું ગ્રહણ થાય તેને દર્શન કહેવાય છે. ૧૦) ધવલાકારનું મંતવ્ય ભિન્ન છે. વિષય વિષયના સન્નિપાતની પૂર્વવર્તી અવસ્થા દર્શન છે. ૧૧) પ્રમાણનયતત્ત્વલોકાલંકારમાં વાદિદેવે પણ દર્શનને વિષય વિષયીના સન્નિપાત પછી થવાવાળી અવસ્થા માની છે. એમના મતે દર્શનની પરિભાષા આ પ્રમાણે છે. विषयविषयी सन्निपात्तान्तर समुद्भूत - सत्तामात्र गोचरदर्शनात् विषयमने विषयीना સંબંધમાં અનંતર સત્તામાત્રને જાણવી દર્શન છે. ૧૨) વીરસેને ષખંડાગમની વૃત્તિમાં દર્શન માટે પ્રકાશવૃત્તિ, આલોકવૃત્તિ, અંતરંગ ઉપયોગ, સ્વસંવેદન, અન્તશ્ચિતપ્રકાશ વગેરે અનેક શબ્દોનો પ્રયોગ કર્યો છે. એના આધાર પર દર્શનની અનેક પરિભષાઓ કરી શકાય અને એનું વ્યાપક સ્વરૂપ પણ જાણી શકાય.
જેનદર્શન અનુસાર-વિશેષ ધર્મોને ગણ કરી સામાન્ય ધર્મને મુખ્યતાથી જાણવાની પ્રક્રિયા દર્શન કહેવાય છે. ૧૩) આગમ સાહિત્યમાં દર્શન માટે પ્રાયઃ અનાકાર પદ જ પ્રયુક્ત થયું છે. ૧૪) વિશેષઆવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિએ અનાકાર ઉપયોગને નિર્વિષેશ બોધ કહ્યો છે. આમ - અનાકારોપયોગ, પ્રકાશવૃત્તિ બધાનું તાત્પર્ય સમાન છે.