________________
૩૧૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૨૦૦...
બઈ અજ્ઞાન તેમાંહિ હોય.
તેને બે અજ્ઞાન હોય. જો કે એના અપર્યાપ્તામાં સાસ્વાદન સમક્તિ આશ્રી બે
જ્ઞાન પણ હોઈ શકે જેનું અહીં પ્રતિપાદન નથી થયું.
નારકી
૨૬ જ્ઞાન ત્રણિ નારકનિં કહું મતિ - શ્રુત અવધિજ્ઞાન પણિ લહુ. ૨૬૭ ત્રણિ અજ્ઞાન નારક નિ હોય...
નારકીમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય એ બતાવ્યું છે.
ગાથાઓમાં જુગલિયા મનુષ્ય અને જુગલિયા તિર્યંચનો ઉલ્લેખ નથી. જુગલિયા મનુષ્યમાં ૫૬ અંતરદ્વીપના મનુષ્યો એકાંત મિથ્યાત્ત્વી હોય છે. તેમ જ તિર્યંચમાં ખેચર જુગલિયા એકાંત મિથ્યાત્ત્વી હોય છે. તેમને જ્ઞાન ન હોય માત્ર બે અજ્ઞાન હોય છે. ૩૦ અકર્મભૂમિના મનુષ્ય જુગલિયા અને સ્થળચર જુગલિયામાં સમ્યદૃષ્ટિ જીવ અને મિથ્યાદૃષ્ટિ જીવ બંને પ્રકારના જીવો હોય છે માટે ત્યાં બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. પરંતુ એક જીવ આશ્રી સમકિતી જીવને બે જ્ઞાન અને મિથ્યાદૃષ્ટિ આશ્રી બે અજ્ઞાન હોય છે. જુગલિયામાં જે દૃષ્ટિ હોય એ દૃષ્ટિ જીવનપર્યંત રહે છે બદલાતી નથી. માટે જેને જ્ઞાન હોય તેને જ્ઞાન અને જેને અજ્ઞાન હોય તેને અજ્ઞાન જીવનપર્યંત એમ જ રહે છે.
...
જ્ઞાન આત્માનો સહભાવી ધર્મ છે. સંસારી કે સિદ્ધ આત્મા ક્યારેય જ્ઞાન વગરનો હોતો જ નથી. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન ઉઘાડું જ રહે છે. પણ એ અજ્ઞાનના નામે ઓળખાય છે. મતિ - શ્રુત અજ્ઞાન અનાદિ અનંત અને અનાદિ સાંત પણ છે. વિભંગજ્ઞાન સાદિ સાંત છે. મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન એ ચાર પણ સાદિ સાંત છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે. એક વખત ઉત્પન્ન થાય પછી ક્યારેય નષ્ટ ન પામે. માટે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરૂષાર્થ કરવો જોઈએ તો જ આ મનુષ્યભવ સાર્થક બની શકે.
દર્શન
જૈન તત્ત્વમીમાંસા અનુસાર ચેતના સહિત હોય એને જીવ કહેવાય. ચેતનાના મુખ્યત્વે બે રૂપ છે. જ્ઞાન અને દર્શન. એ જ ક્રમશઃ સાકાર અને અનાકાર ઉપયોગ કહેવાય છે.
જેમાં આકાર રહિત માત્ર આ કંઈક છે એવો બોધ થાય તે દર્શન.
દર્શન શબ્દના મુખ્યત્વે ચાર અર્થ બતાવાયા છે. (૧) દર્શન એટલે જોવું. (૨) દર્શન એટલે શ્રદ્ધા (૩) બૌદ્ધ, ન્યાયિક આદિ અન્ય ધર્મનું જાણપણું જેના દ્વારા પ્રાપ્ત થાય તેને પણ દર્શન કહે છે. (૪) સામાન્ય અવબોધ.
અહીં દર્શન એટલે અનાકાર ઉપયોગ સામાન્ય અવબોધના અર્થમાં સમજવાનું