________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૨૯ તો ક્ષયોપશમ સમકિત આશ્રી ૬૬ સાગરોપમ ઝાઝોરાની સ્થિતિ સુધી સમ્યફદષ્ટિ રહી શકે. સમકિતદષ્ટિવાળો કાળ કરીને પાંચ સ્થાવરમાં જાય તો સમકત વમીને જ જામ માટે પાંચ સ્થાવરમાં સમકિતદષ્ટિ હોય જ નહિ.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચોરેન્દ્રિય તેમ જ સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં સમ્યકદષ્ટિ હોઈ શકે સાસ્વાદન સમકિતની અપેક્ષાએ. પણ એ છ આવલિકાથી વધારે ટકે નહિ તેથી પર્યાપ્તામાં નિયમાં મિથ્યાદષ્ટિ હોય. બાકીના ત્રણ સમકિત સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તામાં હોઈ શકે છે. પણ બેઈન્દ્રિયાદિમાં ન હોય કારણ કે એ સમકિત માટે સંજ્ઞી પંચેન્દ્રિયપણું હોવું જરૂરી છે. વેદક સમકિતની પ્રાપ્તિ અને હાજરી માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના પર્યાપ્તામાં જ હોય.
મિથ્યાષ્ટિ અનાદિકાલીન છે. માટે પાંચ અનુત્તર વિમાનના ૧૦ ભેદ વર્જીને જીવના ૫૫૩ ભેદમાં હોય છે. સમકિત પ્રાપ્ત થયા પછી આવ-જા કરે એ અપેક્ષાએ સાદિ - સાન્ત હોય છે.
મિશ્રદષ્ટિ - માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયના જે ભેદમાં ત્રણ દૃષ્ટિ હોય એના પર્યાપ્તા ભેદમાં જ હોય છે. અપર્યાપ્તામાં ક્યારેય પણ ન હોય. આ દૃષ્ટિ હોય એ જીવ કાળ કરતો નથી. અમર ભેદ છે માટે અપાર્યાપ્તામાં આ દૃષ્ટિ ન જ હોય.
એક વખત પણ સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ થઈ જાય પછી જીવ ઉત્કૃષ્ટ દેશેઊણા અર્ધપુદ્ગલ પરાવર્તન થી વધારે સમય સંસારમાં રહે નહિ. અર્થાત વધારેમાં વધારે દેશઊણા અર્ધ પુદ્ગલ પરાવર્તન પછી અવશ્ય મોક્ષમાં જ જાય.
એક વખત પણ સમ્યફદૃષ્ટિની હાજરીમાં આયુષ્યનો બંધ પડી જાય તો જીવ વધારેમાં વધારે ૧૫મે ભવે અવશ્ય મોક્ષમાં જાય.
આયુષ્યના બંધ પહેલાં ક્ષાચક સમ્યફદષ્ટિ આવી જાય તો તે જ ભવે મોક્ષે જાય. જો આયુષ્યબંધ થયા પછી લાયક સમકિત થાય તો ૩જા કે ચોથા ભવે મોક્ષમાં જાય.
સમ્યફદષ્ટિનું કામ આત્માને મુક્ત કરાવવાનું છે. આશ્રવના દ્વારોને બંધ કરવાનું કામ છે. આશ્રવના દ્વારા બંધ થતા જાય એટલે કે સંવર પ્રાપ્ત થતા સકામ કર્મ નિર્જરા થવા માંડે છે. ધીમે ધીમે આત્મા કર્મની ચુંગાલમાંથી છૂટે છે. આત્મા પર લાગેલા કર્મના લેપ સમકિત રૂપ પાણીનો મારો લાગતા ભીના થઈને છૂટા પડતા જાય છે ને માટીનું તુબંડુ આઠલેપ સહિત પાણીમાં પડવું પડ્યું લેપથી મુક્ત થતા એકદમ સપાટી પર આવી જાય છે તેમ આત્મા પણ કર્મલેપથી મુક્ત થતા સીધો લોકાગે પહોંચીને સ્થિર થઈ જાય છે. માટે દૃષ્ટિ સમ્યફ થાય એ ખૂબ જ જરૂરી છે.