________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૨૮૧
છે માટે
દ્રવ્યથી -પુદ્ગલ છે. ક્ષેત્રથી - આખા લોકમાં છે. કાળથી - અનાદિ - અનંત - શાશ્વત છે. ભાવથી - વર્ણ, ગંધ, રસ સ્પર્શદિવાળી છે. ગુણથી - ગ્રહણ એનો મૌલિક ગુણ છે અર્થાત્ એમાં નિરંતર પુદ્ગલોનું આદાન - પ્રદાન થતું રહે છે.
ભાવ લેશ્યા - દ્રવ્ય લેશ્યાથી બિસ્કુલ ભિન્ન સ્વરૂપ છે. દ્રવ્ય લેશ્યા પગલા વર્ગણા છે જયારે ભાવ લેશ્યા સ્વયં જીવનું પરિણામ છે. જીવની જે વિશેષતાઓ હોય એ એમાં પણ હોય જેમ કે તે અરૂપી છે, અગુરુલઘુ છે વગેરે.
ભાવ લેશ્યાના વર્ગોમાં પરસ્પર પરિણમન થઈ શકે છે. ભાવોની પ્રશસ્તતા, અપ્રશસ્તતા પ્રમાણે શુભ – અશુભ લેગ્યામાં ગમનાગમન થાય છે. ભાવ લેશ્યા સુગતિ - દુર્ગતિના હેતુરૂપ છે. પ્રશસ્ત ભાવ લેગ્યાથી જીવ સુગતિનું બંધન કરે છે અને અપ્રશસ્ત ભાવલેશ્યા દુર્ગતિનો બંધ કરાવે છે.
દ્રવ્ય લેશ્યા પોગલિક હોવાને કારણે બાહ્ય સ્તર છે. ભાવલેશ્યા રાગદ્વેષાત્મક પરિણામોને કારણે આત્માનું આંતરિક સ્તર છે.
આત્મવિશુદ્ધિના ક્ષેત્રમાં પદ્ગલિક (દ્રવ્ય) વેશ્યા અને ભાવ લેશ્યા બંનેની શુદ્ધતા અતિ આવશ્યક છે.
લેશ્યાના અર્થ
લેશ્યા શબ્દનો અર્થ આવિક આભા, કાંતિ, પ્રભા, છાયા છે. છાયા પુદ્ગલોથી પ્રભાવિત થનાર જીવ પરિણામોને પણ વેશ્યા કહેવાય છે. પ્રાચીન સાહિત્યમાં શરીરના વર્ણ, આવિક આભા અને એનાથી પ્રભાવિત થવાવાળા વિચાર આ ત્રણ અર્થોમાં લેશ્યાની માર્ગણા કરાઈ છે.
આશ્વિક આભાને દ્રવ્ય લેશ્યા (પોદ્ગલિક વેશ્યા) અને વિચારને ભાવ લેશ્યા (માનસિક વેશ્યા) કહેવાય છે.
લેશ્યાકોષ અને અભિધાનરાજેન્દ્રકોષમાં લેશ્યાના વિભિન્ન અર્થ પ્રાપ્ત થાય છે જેમ કે અધ્યવસાય, અંતઃકરણવૃત્તિ, તેજ, દિપ્તિ, જયોતિ, કિરણ, મંડલબિંબ, દેહ, સૌંદર્ય, જવાલા, સુખ તથા વર્ણને લશ્યાની સંજ્ઞા આપી છે.
નંદીચૂર્ણિમાં લેણ્યા શબ્દની વ્યુત્પત્તિ બતાવતી વખતે રસ્સી શબ્દનો પ્રયોગ કર્યો છે. રસ્સી યાને રશ્મિ, વેશ્યાનો એક અર્થ છે વિદ્યુત વિકિરણ, આ વિકિરણનો મૂળ સ્ત્રોત છે તેજસ શરીર.
આગમમાં લેશ્યા - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪મું અધ્યયન લશ્યાનું છે, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ૧૩ મું