________________
૨૮૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પદ લેશ્યાનું છે. શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર વગેરેમાં લેશ્યાની રૂપરેખા છે.
આગમેત્તર જૈન ગ્રંથોમાં લેશ્યા -
ધવલા, રાજવર્તિક, દંડક પ્રકરણ, પંચસંગ્રહ, વેશ્યાકોષ, તત્ત્વાર્થ, ગોમદસાર, બૃહદ્ઘત્તિ પત્ર, તિલોક, પણતિ ઇત્યાદિ ગ્રંથોમાં લશ્યાનું સ્વરૂપ બતાવ્યું છે.
લેશ્યાની વ્યાખ્યા -
વિભાવ સ્થિત જીવાત્માના સારા - માઠા અધ્યવસાયો (ચિંતનો)થી ઉત્પન્ન થતા અને સમગ્ર શરીર પર તેની અસર નિપજાવતા પરિણામ વિશેષને વેશ્યા કહે છે.
કષાયથી રંજિત થયેલો ભાંતિયુક્ત મિથ્યાદૃષ્ટિ જીવાત્મા જ્યારે કાર્મિક વર્ગણાને આકર્ષિત કરે છે ત્યારે ઉર્જા પ્રવાહિત થાય છે. આ ઉર્જાના સૂક્ષ્મ તરંગો કે આંદોલનોથી એક પ્રકારનો શરીરવ્યાપી સૂક્ષ્મ આત્મા સર્જાય છે. આ આત્મા તે જ લેશ્યા કહેવાય છે. કર્મજન્ય હોવાથી તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, ગતિ, સ્થિતિ આદિ લક્ષણોથી યુક્ત હોય છે.
અધ્યવસાયોના પ્રશસ્ત - અપ્રશસ્ત કે શુદ્ધપણાની તીવ્રતા - મંદતા પ્રમાણે આત્માનું સર્જન - વિસર્જન થાય છે.
ઉત્તરાધ્યયન આદિમાં શાસ્ત્રકારોએ ભિન્ન ભિન્ન પ્રકારની વેશ્યાઓનું વર્ગીકરણ કરી તેનું મુખ્ય છ લેગ્યામાં વિભાજન કર્યું છે. તેના નામ આ પ્રમાણે છે. કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા, તેજો લેશ્યા, પદ્મ લેશ્યા અને શુક્લ લેગ્યા. તેમ જ તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ વગેરેનું નિરૂપણ કર્યું છે. ૧) લેશ્યાનો વર્ણ - કઈ લેશ્યાવાળાનું આભામંડળ ક્યા રંગનું હોય તે પણ લેશ્યા દ્વારા જાણી શકાય છે. અહીં કઇ લેશ્યાનો કયો વર્ણ હોય તે કહ્યું છે. ક્રમશઃ કૃષ્ણથી શુક્લ સુધીની લશ્યાનો વર્ણ નીચે મુજબ છે.
અ) જળવાળા વાદળાં, પાડાનાં શિંગડાં, અરીઠા, ગાડાની મળી, કાજળ અને આંખની કીકી જેવો કૃષ્ણ.
બ) લીલું અશોકવૃક્ષ, ચાસ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વેૐ નીલમણિ જેવો નીલ. ક) અળશીના ફૂલ, કોયલની પાંખ અને પારેવાની ડોક જેવો કથ્થ = કાપોત હોય. ડ) હિંગળોક, ઊગતો સૂર્ય, સૂડાની ચાંચ, દીપકની પ્રભા જેવો રાતો તેજોનો વર્ણ. ઈ) હળદર, શણના ફૂલ, સુવર્ણ જેવો પીળો રંગ પદ્મનો.
ફ) શંખ, અંક રત્ન, મચકુંદના ફૂલ, દૂધની ધાર, રૂપાના હાર જેવો ઉજ્જવલ શુક્લવર્ણ. ૨,૩,૪ - લેશ્યાના ૨) રસ ૩) ગંધ અને ૪) સ્પર્શ કહે છે. (સામે કોઠો જુઓ)