________________
૩૩
જીવવિચાર રાસ એક અધ્યયન
૩૮૯ કળી ન શકાય એવા છે. એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીના ભાગને પર્વ કહેવાય છે. કેટલીક વાર ગાંઠ માટે પણ પર્વ શબ્દ વપરાય છે. જીવ વિચારના વૃત્તિકાર પાઠકશ્રી રત્નાકરજીએ પાનાનાલાલે' આ શબ્દોથી સ્પષ્ટતા કરી છે કે આ વસ્તુ તેના પાંદડા, સ્કંધ, દાંડી, શાખા વગેરે પરત્વે સમજવી. એટલે જેના પાંદડાંની નસો સ્પષ્ટ જણાતી ન હોય તથા થડ, ડાળ વગેરેના સાંધાઓ અને પર્વો સ્પષ્ટ જણાતા ન હોય તેને સાધારણ કહેવાય. સમભંગ = જેને ભાંગતા સરખા ભાગ થતા હોય છે. તેને સાધારણ વનસ્પતિ જાણીને એ પ્રત્યે વૈરાગ્ય લાવવાનો ઉપદેશ અહીં કવિએ પ્રદર્શિત કર્યો છે. બીજી ગાથામાં કવિ કહે છે કે આ સાધારણ વનસ્પતિમાં આપણે અનંતકાળ સુધી ભમ્યા છીએ. ત્યાં આપણું છેદન ભેદન થયું છે ત્યાં ખૂબ દુઃખ પામ્યા છીએ આજે એ વાત આપણને સ્મરણમાં નથી. માટે જ આપણે એનું ભક્ષણ કરીએ છીએ. જો દુઃખનું સ્મરણ હોત તો ભક્ષણ કરત? માટે જ હવે તેનું સ્વરૂપ જાણ્યા પછી એનું ભક્ષણ છોડી રક્ષણ કરવાનો ઉપદેશ કવિએ આપ્યો છે.
નીચેની ગાથામાં માનવ ભવની દુર્લભતા બતાવી છે. ૧૬૧ એ અવદાત કહ્યો મિ જેહ, ગર્ભજ માણસનો સહી તેહ
દસ દ્રિષ્ટાંતિ માનવ થાય, પૂન્ય વન્યા ભવ આલેઈ જાય. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ત્રીજા અધ્યનનો સાર આ ગાથામાં ઝળકે છે.
चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो | ___ माणुसत्तं सूइ सद्धा संजमम्मिय वीरियं || गाथा-१
આ સંસારમાં પ્રાણીઓ માટે ચાર પરમ અંગ દુર્લભ છે. (૧) મનુષ્યત્વ, (૨) ધર્મ શ્રુતિ, (૩) ધર્મ શ્રદ્ધા અને (૪) સંયમમાં પરાક્રમ (વીર્ય).
આમાં સૌથી પ્રથમ માનવભવની દુર્લભતા બતાવી છે. એની ટીકામાં માનવભવની દુર્લભતા સ્પષ્ટ કરવા માટે ૧૦ દૃષ્ટાંત બતાવ્યા છે જે આ પ્રમાણે છે.
मानुषत्वं दुर्लभमित्थत्र दश दृष्टान्ता: प्रदर्श्यन्ते, तद् यथा-चोल्लकः પાશર, થાજે, પૂત, રત્ન, સ્વપ્ના, ઘs, p: યુવેગે, પરમાણુel
| (આચાર્ય તુલસીનું ઉત્તરાધ્યયન પૃ.૭૩) અર્થાત્ મનુષ્યપણાની પ્રાપ્તિ મહાદુર્લભ છે, એ માટે દશ દષ્ટાંત કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે (૧) ચોલક (૨) પાશક (૩) ધાન્ય, (૪) ધૂત (૫) રત્ન, (૬) સ્વપ્ન, (૭) ચક્ર, (૮) કૂર્મ, (૯) યુગ, (૧૦) પરમાણુ
આ દૃષ્ટાંતો “શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર’ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબની ટીકામાં વિસ્તારથી આપ્યા છે. અન્યત્ર પણ જોવા મળે છે. જેમ કે ચુર્ણિમાં માત્રા “વોકરા પાસન' એટલો ઉલ્લેખ છે. બૃહદ્ઘત્તિ સુખબોધા નિર્યુક્તિની ગાથાઓમાં મૂળ આધાર છે. અહીં એનો ટૂંક સાર પ્રસ્તુત છે.