________________
૩૮૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
એની ઢાલ-ચરબી છૂટી પાડી, એનાથી એને ખૂબ વેદના થઈ. આ ગાથામાં તિર્યંચનું દુઃખ સાંભળી હૃદય દ્રવી જાય છે.
સકલ ધર્મમાહિં મુખ્ય મંડો જીવદયા તે સારીજી,
જેણઈ પર પ્રાણી નિજ સંતોષ્યા, સોય તર્યા નરનારીજી વીર.... જીવદયા પાલંતા જાણો, નીર્મલ અંદ્રી પંચજી,
દીર્ઘ આય તસ રોગ ન આવઈ રૂપ ભલું સુખ સંચજી.
દરેક આત્માને પોતાના આત્મા સમાન સરખા માની જીવદયાનું પાલન કરવાની છે. જે ઉપશમ શાંત રસ હોય તો જ સરળતાથી થઈ શકે અને તો જ પંચેન્દ્રિયપણું, નીરોગીપણું અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે.
આમ, કવિ ઋષભદાસ આ રાસ રચનામાં કદાચ ધ્યેયપૂર્વક રસનું આલેખન નથી કરતાં તે છતાં પણ વિષયની ગહનતાને કારણે આ વિવિધ રસો આપમેળે આવી ગયા છે.
૪૮૬
મધ્યકાલીન જૈન કવિઓની દરેક કૃતિમાં અન્ય રસ કોઈ પણ હોય પરંતુ અંતે તો ઉપશમ ભાવમાં પરિણમતો શાંત રસ જ પ્રધાનતયાએ હોય છે. શ્રાવક કવિ ઋષભદાસની કૃતિમાં શાંત રસ આલેખાયો છે જે નીચેની પંક્તિઓથી પ્રતીત થાય છે.
૪૮૭
33
ઉપદેશાત્મક શૈલી
જે ગાથાઓમાં ઉપદેશ એટલે જીવન જીવવાની શીખ કે બોધ મળે છે; જેમાં શીખામણ કે સલાહ મળે તે ઉપદેશાત્મક ગાથાઓ કહેવાય છે. ઉપદેશના ત્રણ પ્રકાર છે - (૧) પ્રભુસંચિત-એટલે રાજાની માફક આજ્ઞા કરવી તે. (૨) મિત્રસંચિત એટલે સ્નેહીની જેમ સમજાવીને કહેવું તે. (૩) કાંતા સંચિત એટલે સુંદરીની પેઠે મધુર ભાષણથી અસર કરે તે. (ભગવદ્ ગોમંડળ - પૃ. ૧૫૦૭) શ્રાવક કવિ ઋષભદાસ ‘જીવવિચાર રાસ'માં નીચેની ગાથાઓ દ્વારા ભાવકને જીવદયા, શ્રાવકના આચાર, માનવભવની દુર્લભતા, કર્મની ગતિ વગેરે વિષે ઉપદેશ આપે છે.
૨૯
ગુઢે શિરા નઈ સંધૂ પણિ ગુઢ, તેહનિં થાય દીઈ તે કુંડ, પરવ ગુઢ અને સમભાગ, ને દેખી આણો વઈરાગ.
જેહમાં જીવ ભમ્યો આપણે, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી.
આ બંને ગાથા દ્વારા અનંતકાય (કંદમૂળ)નું ભક્ષણ નહિ કરવાનો ઉપદેશ આપ્યો છે. અનંતકાય કોને કહેવાય એનું નિરૂપણ કરીને એનાથી વૈરાગ્ય લાવવાની વાત કરી છે.
૨૯
જેની નસો, સંધિસ્થાન તથા પર્વો સ્પષ્ટ જણાતા નથી. ગૂઢ એટલે ગુપ્ત છે.