________________
જીવવિચાર રાસ એક અધ્યયન
3८७ વર્ણનમાં કવિ ઋષભદાસ નીચેની પંક્તિઓ દ્વારા અભુત રસની પ્રતીતિ કરાવે છે.
અદ્ભુત રસ – ૧૩૨ અય્યત શક્તિ છઈ દેવતા, મનમાં આણમંડ,
જંબુદ્વીપ છત્ર જ કર, મેર તણો વલી ઠંડ. દેવતા અત્યંત શક્તિવાળા છે જો એમના મનમાં રચના કરવાનો વિચાર આવે તો જંબુદ્વીપને ઉપર તરફ ઉંચકીને એનું છત્ર કરે અને મેરૂ પર્વતને એનો દાંડો બનાવી દે માનો કે મેરૂ પર્વતની ટોચને હાથમાં પકડીને જંબુદ્વીપને ઉલ્ટાવીને છત્ર બનાવી દે એવી અભુત શક્તિ છે. આ ગાથા સાંભળતાં વિસ્મયથી આંખો પહોળી થઈ જાય છે.
બિભત્સ રસ – ૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધકાર ઐઉહુ પાસાં સહી,
ભીતિ ખડગ સરીખી ધાર, કંહિતા દૂખ ન આવઈ પાર નરકમાં લોહીમાંસની અશુચિ સભર નદીઓ હોય, જેમા જીવને બોળવામાં આવે, ચારે તરફ ગાઢ અંધકાર હોય, ભીંતોમાં ધારવાળા છરા ખોસેલા હોય એવી ભીંતો હોય. ત્યાંના દુઃખનો કહેતા પાર ન આવે એવું હોય. આ ગાથા સાંભળી ધૃણા. ઉત્પન્ન થાય છે જે બિભત્સ રસની પ્રતીતિ કરાવે છે.
ભયાનક રસ ૨૭૬ નારી, બાલ, સિરિ મુકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય.
માહા સંગ્રામ અનિ સબલ કષાય નચ્ચ પહુતો રાવણરાય. આ ગાળામાં બાળક, સ્ત્રી વગેરેની ઘાત કરનાર, નગરને લૂંટનાર, મહાયુદ્ધ અને ખૂબજ ક્રોધ કરવાથી નરકે જવાય છે. આવા કાર્યો કરીને રાવણ નરકે ગયો એનું વર્ણન છે જે ભયાનક છે.
પ્રશમ રસ/શાંત રસ ૩૩ જેહમાં જીવ ભમ્યો આપણો, અનંતકાલ નાખ્યો ત્યાંહા ઘણો,
છેદ્યો ભેદ્યો પીલ્યો ધરી, સોય વાત ગઈ વીસરી. આપણે જીવ વનસ્પતિકાયમાં અનંતકાળ સુધી ભમ્યો. તે છેદાણો, ભેદાણો, પીલાણો એ વાત ભૂલાઈ ગઈ છે માટે તેની હિંસા કરીએ છીએ. આ ગાથા નિર્વેદ ભાવ ઉત્પન્ન કરાવનારી છે.
કરૂણ રસ ૪૯ કરમિં દુઓ કાઢેબ અવતાર, અગ્યન ઓપરિ ધસ્યો તિણીવાર,
તાપઈ ચર્બ તવ અલગું થાય, બહુ વેદન પામ્યો તસ થાય. કર્મયોગે કાચબાનો અવતાર મળ્યો ત્યારે એને જીવતો જ અગ્નિ પર શેકી